બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોંડલમાં વિદેશી બેડ પદ્ધતિથી લસણના પાકનું વાવેતર, ઉત્પાદનમાં બમણો વધારો, ખેડૂતો માટે ફાયદાકારક સૂચન
Last Updated: 08:44 PM, 11 November 2024
દેશને આર્થિક રીતે સધ્ધર બનાવવા ખેડૂતોનો અમૂલ્ય ફાળો જરૂરી છે. ત્યારે વર્તમાન સમયમાં ખેડૂતો ખેતી કરવાની નવી - નવી પદ્ધતિઓ અપનાવીને પાકના ઉત્પાદનમાં વધારો કરીને દેશના વિકાસ માટે સહયોગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ખેડૂતે નવતરપ્રયોગ કરી ઉત્પાદન વધાર્યુ
ADVERTISEMENT
ગોંડલના તાલુકાના મોવિયા ગામના નટવરલાલ ભાલાળા નામના ખેડૂતે ઇઝરાયલ અને ચીન દેશોની બેડ પદ્ધતિ અપનાવીને પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે. નટવરલાલ ભાલાળાએ છેલ્લા 3 વર્ષમાં પોતાના ખેતરમાં અલગ-અલગ ખેત પદ્ધતિ અપનાવીને લસણના પાકનું વાવેતર કર્યું છે. આ વર્ષે તેઓએ બેડ પદ્ધતિથી ખેતી કરી લસણના પાકનું વાવેતર કર્યું છે. જેમાં વિધા દીઠ અંદાજે 150 થી 175 મણ લસણનું ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરી છે. તેમજ તેઓ અન્ય ખેડૂતમિત્રોને આ પદ્ધતિ વિશે માહિતગાર કરી આ પદ્ધતિ થી ખેતી કરવા અપીલ કરી રહ્યા છે
આ પણ વાંચો: સુરતમાં બાળકીના અપહરણના કેસમાં મોટો ખુલાસો, અડપલાનું ખૂલ્યું, રડતાં આવી રીતે રામે રાખી
ઇઝરાયલ અને ચીન દેશોની પદ્ધતિ અપનાવી
ખેડૂતએ જણાવ્યું કે, આ સાલ મે નવી પદ્ધતિથી ખેતી કરી છે, જે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી છે. જે પદ્ધતિ ઈઝરાયેલ-ચીન સહિતના દેશોમાં છે અને હવે ધીરે ધીરે મધ્ય પ્રદેશમાં પણ ખેડૂતો અપનાવી રહ્યાં છે. જે બેડ પદ્ધતિથી ખેતી કરી છે. જેમાં એક સાધન બનાવ્યું છે, જેનાથી ખેતરમાં બેડ બને છે. ત્રણ ફૂટના બેડ બને છે. જેના ઉપર વાવણી કરવા માટે રોલર બનાવ્યું છે. 4 બાય 4 ઈંચના અંતરે ખાડા કરતું જાય છે. જે બાદ તે ખાડામાં માણસો દ્વારા વાવણી કરવામાં આવી. જે બાદ પિયત માટે રેઈન પાઈપનો ઉપયોગ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.