બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold-silver-price-update- gold-price-rise-to-close-51-thousand-silver-also-gain-

બજાર / સોનું અને ચાંદી ખરીદવા માટે છે સારી તક- જાણી લો આજના લૅટેસ્ટ ભાવ

Published By: Megha

Last Updated: 04:21 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાની કિંમત આજે 51 હજારની નજીક પંહોચી અને ચાંદીનીની કિંમત 61 હજાર રૂપિયાની સપાટીની પાર કરી ગઈ છે.

  • સોનાની માંગ ઘટતા કિંમત પણ થોડી નીચે આવી
  • ચાંદીની કિંમતમાં પણ થોડો ઉછાળ જોવા મળ્યો
  • અમેરિકન બજારમાં સોનાની કિંમત 0.26 ટકા વધી

અઠવાડિયાના પહેલા દિવસે જ સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સોનાની કિંમતમાં ૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો વધારો જોવા મળ્યો છે. સોનાની કિંમત આજે 51 હજારની નજીક પંહોચી અને ચાંદીનીની કિંમત 61 હજાર રૂપિયાની સપાટીની પાર કરી ગઈ છે. આ તેજી ગ્લોબલ માર્કેટમાં ચાલતી તેજીને કારણે દેખાઈ રહી છે. મલ્ટીકમોડીટી એક્સચેન્જ પર આજે સોમવારે ૨૪ કેરેટ સોનાનો ભાવ 50,865 સુધી પંહોચી ગયો હતો. જો કે દિવસની શરૂઆતમાં સોનાનો ભાવ 50,985 રૂપિયા હતો પણ સોનાની માંગ ઘટતા કિંમત પણ થોડી નીચે આવી હતી. જો કે આટલા ઘટાડા પછી પણ સોનાની કિંમત નક્કી ભાવ કરતા 0.06 ટકા ઉપર ચાલી રહી છે. 

ચાંદીની કિંમત 
સોનાની કિંમતમાં વધારા પછી ચાંદીની કિંમતમાં પણ ભારે ઉછાળ જોવા મળ્યો હતો. અઠવાડિયાની શરૂઆતમાં જ ચાંદીની કિંમતમાં રૂપિયા ૧૫૭નો વધારો જોવા મળી રહ્યો હતો. ચાંદીની કિંમત 61,094 રૂપિયાની સપાટી પર પંહોચ્યો છે. જો કે એ પહેલા ચાંદીની કિંમત 61,057 રૂપિયા હતી પણ સવારે ચાંદીની માંગ વધતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. હાલ ચાંદીની કિંમત નક્કી ભાવ કરતા 0.26 ટકા ઉપર ચાલી રહી છે. 

ગ્લોબલ માર્કેટનો હાલચાલ 
ભારતીય જ નહીં પણ ગ્લોબલ માર્કેટમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાની શરૂઆતમાં આજે અમેરિકન બજારમાં સોનાની કિંમત 0.26 ટકા વધીને 1,843.86 ડોલર પ્રતિ ઔંસ સુધી પંહોચી હતી. આ સાથે જ ચાંદીની કિંમતમાં પણ 0.42 ટકા વધારા સાથે 21.74 ડોલર પ્રતિ ઔંસ સુધી પંહોચી હતી. જો કે ગ્લોબલ માર્કેટમાં ૩ મહિના પહેલા સોનાની કિંમત લગભગ 2,000 ડોલરની આસપાસ હતી અને ચાંદીની કિંમત 27 ડોલરની આસપાસ હતી. 

કમોડીટી એક્સપર્ટ અજય કેડિયાનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Market bussiness gold and silver price gold and silver price today Gold Price Today

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ