ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Ghodapur of my devotees in Chaitri Poonam temples

શ્રદ્ધા / ચૈત્રી પૂનમે મંદિરોમાં માઈ-ભક્તોનું ઘોડાપૂર: ચોટીલા-બહુચરાજી અને અંબાજીમાં બે વર્ષ બાદ ફરી ભારે ભીડ

Published By: ParthB

Last Updated: 12:31 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચૈત્રી પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે.યાત્રાધામ શામળાજી, અંબાજી, ઉંઝા, બહુચરાજી અને ચોટીલમાં ચૈત્રી પૂનમની ઉજવણી કરવામાં આવી.

ADVERTISEMENT

  • આજે ચૈત્રી પૂનમની ઉજવણી
  • મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું  
  • ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

 ચૈત્રી પૂનમ નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે લાઈનો લાગી છે.પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સાજ શણગાર કરાયા છે.તો સાબરકાંઠામાં અંબાજી મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા છે.દર્શન કરીને દર્શનાથીઓએ ધન્યતા અનુભવી હતી.ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં બે વર્ષ પછી મેળો યોજાયો.જ્યારે બહુચરાજીમાં ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે.બહુચરાજીમાં આજે ચૈત્રી પૂનમે મોટી સંખ્યામાં માંઈ ભક્તો દર્શને ઉમટ્યા છે.કોરોનાને કારણે બે વર્ષથી ચૈત્રી પૂનમનો મેળો બંધ રહ્યો હતો.

ઊંઝા ઉમિયામાં ચૈત્રી પૂનમને લઈ સવારથી મંદિરમાં ભારે ભીડ

મહેસાણાના ઊંઝા ઉમિયા મંદિરે ચૈત્રી પૂનમને લઈને વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. ઉમિયા મંદિરે દૂર દૂરથી ભક્તો પગપાળા સંઘોને લઈને પહોંચ્યા છે. આજે ચૈત્રી પૂનમ હોવાના કારણે ઊંઝા ઉમિયા મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના બે વર્ષ બાદ  મોટી સંખ્યામાં ભક્તો મા ઉમિયાના દર્શને ઉમટ્યા હતાં. 

છેલ્લા બે વર્ષ બાદ અંબાજીમાં  મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન

બનાસકાંઠાના અંબાજીમાં ચૈત્રી પૂનમને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબના દરબારમાં દર્શન અર્થે પહોચ્યા હતાં, અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષ સુધી કોરોના કારણે ભક્તો ચૈત્રી પૂનમે મા અંબાના દર્શન કરી શકતા ન હતાં. જેને લઈને  મંદિરના પરિસરમાં ચારે બાજુએ જય અંબેના જય ઘોષ ગુંજ્યા હતાં. બીજી તરફ દૂર દૂરથી ભક્તો સંઘો સાથે ધજાઓ લઈને અંબાજી પહોંચ્યા હતાં. તંત્ર દ્વારા માઈ ભક્તો માટે ખાસ  દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.    

ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં યોજાયો મેળો

આજે ચૈત્રી પૂનમને લઇ ખેડ બ્રહ્મામાં પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતાં. ખેડબ્રહ્મામાં આજે  ચૈત્રી પૂનમને લઇ માતાજીને કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ કોરોના બે વર્ષ બાદ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં બે વર્ષ પછી મેળો યોજાયો ગતો.જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

બહુચરાજીમાં ચૈત્રી પૂનમની ધામધુમ પૂર્વક ઉજવણી 

બહુચરાજીમાં ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આજે મહેસાણાના બહુચરાજી મંદિરમાં વહેલી સવારથી જ માંઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પગપાળ તેમજ સંઘ લઈને ભક્તો માતાજીના દરબારમાં પોંચ્યા હતં. આમ બે વર્ષ બાદ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અહીંયા પણ કોરોનાને લઈ બે વર્ષથી ચૈત્રી પૂનમનો મેળો બંધ રહ્યો હતો 

યાત્રાધામ શામળાજી ખાતે ભગવાનને વિશેષ સાજ શણગાર કરાયા 

યાત્રાધામ શામળાજી ખાતે પણ ચૈત્રી પૂર્ણમાના દિવસે  ભગવાના શામળાજીને વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ આજે વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તો લાઈન લગાવીને ઉભા રહ્યાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Chaitri Poonam Shamlaji Temples chotila અંબાજી ગુજરાતી ન્યૂઝ ચૈત્રી પૂનમ મંદિરો શામળાજી devotees

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ