બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / Get 1 lakh rupees in medical emergency from your pf account epfo started new service for subscribers

તમારા કામનું / PFનાં ખાતામાં તરત મળશે એક લાખ રૂપિયા, EPFOએ શરૂ કરી નવી સર્વિસ

Arohi

Last Updated: 05:30 PM, 3 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOની સુવિધાનો ફાયદો એ લોકોને થશે જે હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેમને તાત્કાલ પૈસાની જરૂરીયાત હોય છે.

  • EPFO પોતાના સબ્સક્રાઈબર્સ માટે મોટી સુવિધા લઈને આવ્યું છે 
  • ફક્ત 1 કલાકની અંદર મળી જશે પૈસા 
  • હોસ્પિટલમાં દાખલ થતા જ મળશે 1 લાખ રૂપિયા 
     

EPFO પોતાના સબ્સક્રાઈબર્સને એક મોટી રાહત સુવિધા આપી રહ્યું છે. જો તમને પૈસાની જરૂર છે તો તમે ફક્ત એક કલાકની અંદર પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. હવે તમે તમારા EPFમાંથી એક લાખ રૂપિયાનું એડવાન્સ PF બેલેન્સ ઉપાડી શકો છો. આવો જાણીએ કે જો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો તમે કઈ રીતે આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકશો. 

હોસ્પિટલમાં દાખલ થતા જ મળશે 1 લાખ રૂપિયા 
EPF મેન્બર અચાનક આવેલી કોઈ પણ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં તરત 1 લાખ રૂપિયા એડવાન્સમાં પોતાના PF બેલેન્સમાંથી ઉપાડી શકે છે. તેના માટે તેમણે કોઈ પણ પ્રકારનું કોસ્ટ એસ્ટિમેટ આપવાની જરૂર નથી. 1 જૂને EPFOએ એક સર્ક્યુલર જાહેર કર્યું હતું. જેમાં એ જણાવવામાં આવ્યું હતું કે 1 લાખ રૂપિયાનો આ મેડિકલ એકવાન્સ કોરોના સહિત કોઈ પણ બીજા પ્રકારની જીવલેણ બિમારીઓની સારવાર માટે અચાનક હોસ્પિટલમાં ભરતી થવુ પડ્યું તો આપવામાં આવે છે. EPFના સદસ્યો માટે આ નવી સુવિધાની શરૂઆત પણ કરવામાં આવી છે. જેમા હોસ્પિટલમાં દાખલ થવાની સાથે જ તમને 1 લાખ રૂપિયા મળશે. 

કઈ રીતે મળશે પૈસા? 
પહેલા પણ EPFO મેડિકલ ઈમરજન્સીના સમયમાં ઈપીએફથી પૈસા ઉપાડી શકાતા હતા. પરંતુ તેના માટે તમારે મેડિકલ બિલ જમા કરાવવાનું રહેતું. ત્યાર બાજ જ તમને એડવાન્સ મળતું હતું. આ નવા નિયમોમાં તમારે કોઈ પણ એડવાન્સ બિલ નહીં જમા કરાવવાનું રહે. તમારે બસ એપ્લાય કરવાનું છે અને પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. 

આ રહી સંપૂર્ણ પ્રક્રિયા 

  • પીએફ ખાતામાં પૈસા ઉપાડવા માટે તમે સૌથી પહેલા www.epfindia.gov.in વેબસાઈટના હોમ પેજ પર જાઓ. 
  • હવે કોવિડ-19 ટેબ અંતર્ગત ઉપર ડાબી બાજુ ઓનલાઈન એડવાન્સ ક્લેમ પર ક્લિક કરો. 
  • તમે ઓનલાઈન સેવાઓ પર જાઓ અને ક્લેમ ફોર્મ-31, 19, 10 સી અને 10 ડી 
  • હવે તમે પોતાના બેન્ક ખાતાના છેલ્લા 4 આંકડા નાખો અને કંફર્મ કરો 
  • ત્યાર બાદ Proceed for Online Claim પર ક્લિક કરો 
  • હવે ડ્રોપ ડાઉનથી PF Advanceને પસંદ કરો 
  • ત્યાર બાદ તમે કયા કારણોસર પીએફ ઉપાડી રહ્યા છો તે પસંદ કરો 
  • હવે તમે જેટલી રકમ ઉપાડવા માંગો છો તે નાખીને ચેકની સ્કેન કોપી અપલોડ  કરો અને તમારૂ સરનામું દાખલ કરો. 
  • ત્યાર બાદ 'Get Aadhaar OTP ' પર ક્લિક કરો અને આધાર લિંક્ડ મોબાઈલ પર આવેલા OTPને લખો. 
  • હવે તમારો ક્લેમ ફાઈનલ થઈ ગયો. 
     


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ