બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / gehlot govt took big action against the bulldozer on the temple in alwar rajasthan

એક્શન / રાજસ્થાનના અલવરમાં મંદિર પર બુલડોઝર ચલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી, ગેહલોત સરકારે લીધો મોટો નિર્ણય

Dhruv

Last Updated: 07:47 AM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના અલવરમાં અતિક્રમણ હટાવવા દરમિયાન મંદિર પર બુલડોઝર ચલાવવા મામલે ગેહલોત સરકારે ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે.

  • અલવરમાં મંદિર પર બુલડોઝર ચલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી
  • અલવરમાં અતિક્રમણ દરમ્યાન મંદિર પર ચલાવાયું હતું બુલડોઝર
  • ગેહલોત સરકારે ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે

રાજસ્થાનના અલવરમાં અતિક્રમણ હટાવવા દરમિયાન મંદિર પર બુલડોઝર ચલાવવા મામલે ગેહલોત સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેહલોત સરકારે રાજગઢ નગરપાલિકાના અધ્યક્ષ સહિત ત્રણ લોકોને આ મામલે સસ્પેન્ડ કર્યા છે. અલવરના રાજગઢમાં મંદિર પર બુલડોઝર ચલાવવા મામલે ત્રણ મોટા લોકો પર આરોપ લાગ્યો છે.

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે આ મામલે કાર્યવાહી કરીને રાજગઢ નગરપાલિકા પ્રમુખ સતીશ દુહરિયાને સસ્પેન્ડ કરી દીધા છે. રાજગઢ નગરપાલિકાના કાર્યકારી અધિકારી બનવારીલાલ મીણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એ સિવાય SDM કેશવ કુમાર મીણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજસ્થાન હાઈકોર્ટના એક વકીલે નોંધાવી હતી FIR

જણાવી દઈએ કે, રાજસ્થાન હાઈકોર્ટના એક વકીલે રાજગઢમાં પ્રાચીન શિવ મંદિર તોડનારા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, પરંતુ રાજગઢમાં નગર પરિષદના નિર્ણય બાદ અતિક્રમણ વિરુદ્ધની કાર્યવાહીમાં માત્ર એક મંદિર તોડવામાં નથી આવ્યું, પરંતુ 140થી વધારે દુકાનો પણ તેની ઝપેટમાં આવી ગઈ છે.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન

બાદમાં આ કાર્યવાહીથી પ્રભાવિત લોકોએ સોમવારે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધને ઉગ્ર બનતો જોઈ પોલીસ કેટલાંક લોકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કરી દેતા બાકીના લોકો ગુસ્સે થઈ ગયા. જેથી થોડી જ વારમાં તેઓને ફરીથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યાં. ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો. સરકારે અસરગ્રસ્ત લોકોના પુનર્વાસના કાર્યની દેખરેખ રાખવાની જવાબદારી કમિશનરને સોંપી છે.

અલવરમાં તંત્રએ 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવી દીધું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના અલવરમાં નગરપાલિકા દ્વારા બુલડોઝર દ્વારા કાર્યવાહી કર્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં તંત્રએ 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવી દીધું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતાં.

ભાજપે કર્યો હતો ઉગ્ર વિરોધ

અલવરમાં થયેલી કાર્યવાહી બાદ બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. તેઓએ ટ્વિટ કર્યું હતું કે, 'અલવરમાં 300 વર્ષ જૂના શિવ મંદિરને તોડી પાડવું એ રાજસ્થાનની કોંગ્રેસ સરકારની ધર્મ વિરોધી માનસિકતા દર્શાવે છે. મુખ્યમંત્રી, તમે આ બુલડોઝરનો ઉપયોગ તોફાનીઓ અને ગુનેગારો સામે પગલાં લેવા માટે કર્યો હોત તો સારું થાત.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ