બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / gautam gambhir reason virat kohli fight naveen ul haq ipl ms dhoni relationship

IPL ઝગડાનો ખુલાસો / 'કોહલી જ ખોટો હતો', નવીન હકનું ઉપરાણું લેતા ગંભીરે ખોલ્યું મોં, ધોની વિશે પણ કરી મોટી વાત

Hiralal

Last Updated: 03:00 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં નવીન ઉલ હકનું ઉપરાણું લઈને વિરાટ કોહલી સાથે ઝગડો કરવા પાછળનું કારણ આપતાં ગૌતમ ગંભીરે ધોની સાથે પર્સનલ સંબંધોને લઈને પણ મોટી વાત કરી છે.

  • કોહલી સાથેના મેદાન પરના ઝગડા પર ગૌતમ ગંભીરે મોં ખોલ્યું 
  • ગૌતમ ગંભીરે તેના સાથી ખેલાડી નવીન ઉલ હકની વાત ગણાવી
  • આડકતરી રીતે વિરાટ કોહલીનો વાંક કાઢ્યો 

IPLમાં લખનઉના અફઘાન બોલર નવીન ઉલ હક અને બેંગ્લુરુના ખેલાડી વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં ચડસાચડસી થઈ હતી, આ વાતને લઈને લખનઉની ટીમનો મેન્ટર ગૌતમ ગંભીર પણ કોહલી વચ્ચે પણ માથાકૂટ થઈ હતી, હવે ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે. મેદાનમાં થયેલા ઝગડા વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે મારા મત પ્રમાણે નવીન-ઉલ-હક સાચો હતો. નવીનની વાત સાચી હતી તેથી મેં તેને સપોર્ટ કર્યો. વાત માત્ર નવીન-ઉલ-હકની નથી, જે પણ સાચું હશે તેને હું ટેકો આપીશ અને હું મરીશ ત્યાં સુધી કરીશ. 

નવીન ઉલ હકને કારણે કોહલી સાથે ઝગડાનું કારણ આપ્યું 
ગંભીરે વધુમાં કહ્યું કે, આવા ઝગડાઓને મેદાન પર જ ખતમ કરી નાખે છે. તેણે કહ્યું કે મેં ઘણી વખત ક્રિકેટના મેદાન પર ઝઘડા કર્યા છે, પરંતુ તે દિવસે જે બન્યું તે પહેલાં ક્યારેય બન્યું નથી. જોકે મેં હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, આ લડાઇઓ માત્ર મેદાન પૂરતી મર્યાદિત રહે. આ ચર્ચા બે લોકો વચ્ચે હતી અને તે ક્રિકેટના મેદાન સુધી જ મર્યાદિત હોવી જોઈએ, આવા ઝગડા મેદાનની બહાર ન જવા જોઈએ. ઘણા લોકોએ ઘણી બધી વાતો કહી. ઘણા ઇન્ટરવ્યુની પણ માંગ કરવામાં આવી હતી જેથી તેમની ટીઆરપી આવી શકે. મને પણ ચોખવટ કરવાનું કહેવામાં આવ્યું પરંતુ હવે મને જરુરી લાગ્યું એટલે ખુલાસો કર્યો. 

કોહલી અને ધોની સાથે છે સારા સંબંધો
ગંભીરે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. ગંભીરે કહ્યું કે મેદાન પર, અમે બધા જીતવાના ઈરાદા સાથે જ મેદાન પર ઉતરીએ છીએ અને ઘણી વાર આવું થઈ જતું હોય છે જોકે તેનો અર્થ એવો નથી કે અમે બહાર પણ દુશ્મની રાખીએ છીએ. મેદાનમાં બનેલું મેદાનમાં જ ભૂલી જવાનું હોય છે તેને બહાર લાવવાની જરુર નથી. ગંભીરે કહ્યું કે મારે કોહલી અને ધોની બન્ને સાથે સારા સંબંધો છે અને અમે ખૂબ જ સહજ છીએ, અમારી વચ્ચે કોઈ ઝગડો નથી. 

નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર એક જ ટીમના સભ્યો  
ઉલ્લેખનીય છે કે અફઘાની બોલર નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર એક જ ટીમના સભ્ય છે. નવીન લખનઉની ટીમનો બોલર છે તો ગંભીર મેન્ટર છે. 
નવીન-ઉલ-હક અને વિરાટ કોહલી વચ્ચે થયેલી તકરાર બાદ ગંભીર કોહલી સાથે પણ અથડાયો હતો. મેદાન પર બંને વચ્ચે થયેલી તકરાર બાદ તેમને બન્નેને દંડ પણ કરાયો હતો. 

આઈપીએલમાં શું થયું હતું 
લખનઉ સુપર જાયન્ટ્સના (Lucknow Super Giants) ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક (Naveen-ul-Haq) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના (Royal Challengers Bangalore) સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વચ્ચે મેચ બાદ ઝગડો થયો હતો. નવીનનું ઉપરાણું લઈને ગૌતમ ગંભીર કોહલી સાથે ભીડાયો હતો અને મેદાનમાં તેની સાથે ચડસાચડસી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ