બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Gauri Khan is the owner of 1600 crore rupees, has her own restaurant as well as the production house

બોલિવૂડ / પ્રિયંકા હોય કે પછી દિપીકા, શાહરુખની પત્ની ગૌરી ખાનની નેટવર્થ આગળ બધા પાણી ભરે, કમાણી અને કારોબારમાં ટોપ પર

Vaidehi

Last Updated: 06:33 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન કમાણી અને બિઝનેસનાં મામલામાં બોલીવુડની મોટી-મોટી એક્ટ્રેસને પાછળ મૂકે છે. ગૌરી શાનદાર ડિઝાઈનર, પ્રોડ્યૂસર અને રેસ્ટોરેન્ટની માલકિન છે.

  • ગૌરી ખાન કમાણીનાં મામલામાં બોલિવૂડની એક્ટ્રેસને પાછળ મૂકે છે
  • 1-2 નહીં પણ અનેક બિઝનેસની માલકિન છે ગૌરી ખાન
  • પ્રોડક્શન, ડિઝાઈનિંગથી લઈને રેસ્ટોરેન્ટની પણ માલિકી ધરાવે છે

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક સુપરસ્ટારની પત્ની જ નહીં પરંતુ એક સફળ બિઝનેસ વુમન પણ છે. ગૌરી ખાનનાં 1-2 નહીં પણ અનેક મોટા બિઝનેસ છે. કમાણીનાં મામલામાં તે બોલીવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાને પણ પાછળ મૂકે છે. 

ગૌરી ખાન શું બિઝનેસ કરે છે?
દિલ્હીની રહેનારી ગૌરી ખાને LSR કોલેજથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એ બાદ ગૌરીએ NIFTથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. 1991માં ગૌરીએ શાહરૂખ સાથે લગ્ન કર્યાં અને મુંબઈ શિફ્ટ થઈ ગઈ. લાઈફસ્ટાઈલ એશિયાની એક રિપોર્ટ અનુસાર ગૌરી ખાન આજે 1600 કરોડની માલકિન છે. ગૌરી ખાનનું નામ બિઝનેસની દુનિયામાં સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં શામેલ છે.

પ્રોડ્યૂસર ગૌરી ખાન
વર્ષ 2002માં ગૌરી ખાને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેંટ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. આ કંપનીમાં શાહરૂખ ખાન પણ પાર્ટનર છે. ગૌરી ખાનની આ કંપનીએ ફિલ્મ 'મૈં હું ના'થી શરૂઆત કરી હતી અને હવે જવાન સહિત 20થી વધારે શાનદાર ફિલ્મો બનાવી છે. રિપોર્ટસ અનુસાર ગૌરી ખાન હાલમાં વાર્ષિક 500 કરોડથી વધારેની કમાણી કરે છે.

ડિઝાઈનર ગૌરી ખાન
ગૌરીએ ઈંટીરિયર ડિઝાઈનિંગની દુનિયામાં પણ પગ મૂક્યો. મુંબઈનાં જૂહુમાં પોતાનો પહેલો સ્ટોર 'ગૌરી ખાન ડિઝાઈન્ઝ 'શરૂ કર્યો. આ સ્ટૂડિયોની કિંમત આશરે 150 કરોડ છે. ગૌરી ખાને દુનિયાનાં ટોપ લોકોનાં ઘર ડિઝાઈન કર્યાં છે જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, રોબર્ટો કેવલ્લી, રાલ્ફ લોરેન અને બોલીવુડની અનેક ફેમસ સેલિબ્રિટઝ શામેલ છે.

200 કરોડનો બંગલો
ગૌરી ખાને પોતાનો બંગલો મન્નત પણ ડિઝાઈન કર્યો છે.જેમાં શાહીથી લઈને દરેક મોર્ડન ચીજો જોવા મળે છે. 6 ફ્લોરના મન્નતને ગૌરી ખાને શાનદાર લૂક આપ્યો છે. આ બંગલાની કિંમત 200 કરોડથી વધારેની છે. આ સિવાય ગૌરી ખાને કરણ જોહરનો પેન્ટહાઉસ ટેરેસ, આલિયા ભટ્ટનું ઘર, સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર અને શાહિદ કપૂરનું ઘર પણ ડિઝાઈન કર્યું છે.

ગૌરી ખાનનો રેસ્ટોરેન્ટ
મુંબઈમાં 'અર્થ' નામક શાનદાર રેસ્ટોરેન્ટ પણ ગૌરી ખાનનો છે. તેણે જ આ રેસ્ટોરેન્ટ ડિઝાઈન કર્યો હતો. આ રેસ્ટોરેન્ટમાં બોલીવુડની સેલિબ્રિટિઝ સિવાય મોટા બિઝનેસમેન પણ જાય છે. હાલમાં ગૌરી ખાનની પાસે આશરે 1600 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

વિદેશોમાં પ્રોપર્ટી
ગૌરી અને શાહરૂખ ખાનને ડેવલોપર નિખિલે એક સુંદર વિલા ગિફ્ટ કર્યો છે. દુબઈનાં પામ જુમેરાહમાં 7000 વર્ગ ફુટમાં ફેલાયેલી આ પ્રોપર્ટીની કિંમત 24 કરોડ છે. તો મુંબઈનાં અલીબાગમાં 15 કરોડ રૂપિયાનો હોલિડે હોમ અને લૉસ એંજિલ્સમાં એક હવેલી પણ છે. લંડનમાં શાહરૂખ અને ગૌરી પાસે એક શાનદાર ઘર પણ છે.

ગૌરી પાસે 2.5 કરોડની કાર
ગૌરી અને શાહરૂખની પાસે અનેક શાનદાર સ્પોર્ટસ્ કાર છે. ગૌરીની પાસે એક બેંટલે કોન્ટિનેંટલ GT કાર છે જેની કિંમત 2.5 કરોડ છે. ગૌરી ખાન મુંબઈમાં એક શાનાર લક્ઝરી લાઈફ જીવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ