બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar bandh announced by Kisan Sangh due to pending demands

વિરોધ પ્રદર્શન / આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક મૂડમાં

Dhruv

Last Updated: 03:12 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સરકારને ભીંસમાં લેવા ભારતીય કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

  • કિસાન સંઘનું આજે ગાંધીનગર બંધનું એલાન
  • પડતર માંગોને લઇ ગાંધીનગર બંધનું એલાન
  • વીજળી, રી-સર્વે, મીટર પ્રથા સહિતના મુદ્દે વિરોધ

કિસાન સંઘે ગાંધીનગર બંધનું એલાન જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ખેડૂતોની પડતર માંગને લઈને ચાલી રહેલા આંદોલનના અનુસંધાને કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે. જોકે કિસાન સંઘની જાહેરાત બાદ પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કિસાન સંઘની વીજળી, રિ-સર્વે અને મીટરપ્રથા સહિતના મુદ્દાઓને લઇને વિરોધ છે.

ગઇકાલે સાબરકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવી પડી

તમને જણાવી દઇએ કે, ગઇકાલે સાબરકાંઠામાં કિસાન સંઘની આગેવાની નીચે ખેડૂતોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. સરકાર સામે વિવિધ માંગને લઈને પોતાનું વિરોધ પ્રદર્શન ઉગ્ર કરતા હાઈ-વેની બંને તરફ વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. આથી પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે તજવીજ હાથ ધરવી પડી હતી. આ દરમિયાન ખેડૂતો સાથે પોલીસની શાબ્દિક ચકમક પણ થઇ હતી. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ કિસાન સંઘ અને ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામ દરમિયાન રોડ પર અનેક વાહનો અટવાઈ ગયા હતા. આથી પોલીસે આવીને મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન પણ ભારે હોબાળો મચી ગયો હતો.

ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે

જોકે ખેડૂતોના આ ધરણામાંથી ગાંધીનગર પણ બાકાત ન હોતું રહ્યું.  જો કે, ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે. જ્યાં ગુજરાતના 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર છેલ્લાં 11 દિવસથી ધામા નાખીને બેઠા છે. જેઓ વીજળી, મહેસૂલ, રી-સર્વે, ટેકાના ભાવ તેમજ પાણીના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન સરકાર લાવશે કે કેમ?

જાણો શું છે ખેડૂતોના વિવિધ પ્રશ્નો?

1.    મીટર – હોર્સ પાવર સમાન વીજદર કરવો
2.    મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહીને બીલીગ કરવું
3.    બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી
4.    સ્વૈચ્છીકલોડ વધારાની સ્કીમલાવવાથી ખેડૂતો તેમજ વીજ કંપની ને ફાયદો થશે
5.    બોરવેલ પર જો વીજ મીટર બળી જાયતો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે
6.    કિસાન સૂર્યોદય યોજના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
7.    સ્કાય યોજના ફરીથી લાગુ કરવી જેથી ખેડૂતોની આવક થશે અને સરકારની સરાહના થશે
8.    પશુપાલકોના તાબેલા પર  વીજ કનેક્શન કોમર્શીયલ ભાવ ન ગણાતા રાહત દરે વીજળી આપવી
9.    ચાલુ ખેતીવાડીના વીજ કનેક્શનમાં સિક્યોરીટી ડીપોઝીટ જમા હોવા છતાં નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના વારસદાર ખેડૂતોને મીનીમમ રૂપિયા ૩૦૦ ચાર્જ લઇ વીજ કનેક્શન માં નામ બદલી આપવું
10.    દેવભૂમિ દ્વારકા – સાતલાણા 66 કે.વી સબસ્ટેશન તાત્કાલિક ચાલુ કરવું 
11.    ખેતીવાડીમાં ૬૫૭ પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કરેલ છે જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું ટીસી ખેતીવાડી ભાવે મંજુર કરવું
12.     ખેડૂતોએ વીજ કનેક્શન માટે પૈસા ભરી દીધા હોવા છતાં વીજ કનેક્શન માટેના મટીરીયલની શોર્ટેજ ના કારણે કનેક્શન મળવામાં વિલંબ થાય છે જેમાં ઝડપ લાવવી
13.    સમગ્ર ગુજરાતમાં જ્યાં બાગાયત વાવેતર છે તેવા ખેતીવાડી વિસ્તારમાં કેબલ લાઈન નાખવી
14.    પશુપાલકોને દુધમાં લીટરે 2-00 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવી
15.    ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ દાદાની માન્યતા આપી ટેક્ષ દુર કરવો
16.    રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સીટીને માન્યતા આપવી નહી
17.    સને ૨૦૧૯-20 નો મજુર થયેલ પાક વીમો સત્વરે ચૂકવી ખેડૂતોને ન્યાય આપવો
18.    ડ્રીપ ઈરીગેશન સિસ્ટમમાં GST નાબુદ કરવી અને 90 ટકા સહાય આપવી
19.     લામ્પી વાઇરસ માટેની રસીકરણ ઝુંબેશ તેજ કરવી અને મૃત પશુના કેસમાં પશુપાલકોને સહાય આપવી
20. MSPથી ડાંગરની કરીડી કરવી અને ખેડૂત દીઠ ખરીદીમાં વધારો કરવો
21.    જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલ લાવવો
22.    જમીનના અરસ પરસમાં થતા વ્યવહારમાં આડી લીટીના વારસદારોને જંત્રી ભરવામાંથી મુક્તિ આપવી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ