બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Fraud of mobile companies will not continue, 30 days recharge will have to be given, government order

ગ્રાહકોનું હિત સચવાયું / મોબાઈલ કંપનીઓની છેતરપિંડી હવે નહીં ચાલે, આપવું પડશે 30 દિવસનું રિચાર્જ, સરકારનો આદેશ

Hiralal

Last Updated: 10:26 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિનાના પૈસા લઈને 28 દિવસની વેલિડિટી આપતી મોબાઈલ કંપનીઓને સરકારે બરાબરનો પાઠ ભણાવ્યો છે.

  • હવે રિચાર્જમાં મોબાઈલ કંપનીઓની મનમાની નહીં ચાલે
  • ગ્રાહકોને 28 દિવસ નહીં 30 દિવસનું આપવું પડશે રિચાર્જ
  • ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી કંપનીઓને આપ્યો આદેશ 

30 દિવસના પૈસા લઈને 28 દિવસની વેલિડિટી આપીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરતી મોબાઈલ કંપનીઓને તગડો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરીને તમામ મોબાઈલ કંપનીઓને 2 મહિનાની અંદર ગ્રાહકોને 30  દિવસની વેલિડિટીવાળો પ્લાન આપવાનું જણાવી દીધું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ટેલિકોમ કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને એક નવો આદેશ જાહેર કર્યો છે, જે મુજબ, કંપનીઓએ ઓછામાં ઓછો એક એવો પ્લાન રાખવો પડશે જે આખો મહિનો માન્ય હોય. 

ઓછામાં ઓછો 1 પ્લાન 30 દિવસનો રાખવો પડશે-ટ્રાઈનો આદેશ 

ટ્રાઈ દ્વારા જારી આદેશમાં એવું કહેવાયું કે  ટેલિકોમ કંપનીઓએ ઓછામાં ઓછો એક પ્લાન, સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક સ્પેશિયલ રિચાર્જ પ્લાન આખો મહિનો વેલિડિટી સાથે રાખવો પડશે. જો આ તારીખ આગામી મહિનામાં ન આવે તો આગામી મહિનાની છેલ્લી તારીખે રિચાર્જ કરાવવું પડશે. કંપનીઓને તેનો અમલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 1 જૂન 2022થી 1 મહિનાનો પ્લાન જરૂરી રહેશે.

એક મહિનાના નામ પર મળે છે 28 દિવસની વેલિડિટી
ઉલ્લેખનીય છે કે મોટાભાગની ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને એક મહિનાના રિચાર્જના નામે 28 દિવસની વેલિડિટી આપે છે. જોકે જિયોએ આ પ્લાન લોન્ચ કર્યો છે. સાથે જ વોડાફોન-આઈડિયા અને એરટેલ જેવી અન્ય ટેલિકોમ કંપનીઓએ 60 દિવસની અંદર નવા પ્લાન લોન્ચ કરવા પડશે.

સતત ફરિયાદો મળતા સરકાર ચેતી 
વાસ્તવમાં ટ્રાઈને ગ્રાહકો તરફથી સતત તેના વિશે ફરિયાદો મળી રહી હતી. ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે કંપનીઓ પ્લાન/ટેરિફની વેલિડિટી ઘટાડી રહી છે અને તેને એક મહિનાને બદલે 28 દિવસ કરી દેવામાં આવી છે. ટ્રાઇએ કહ્યું હતું કે તેને ગ્રાહકો તરફથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા 28 દિવસની માન્યતાના ટેરિફ દરખાસ્તો અંગે ચિંતા વ્યક્ત કરતી ફરિયાદો મળી છે. 

84 દિવસનો પ્લાન 90 દિવસ થઈ શકે

હાલમાં બધી કંપનીઓ 720 રુપિયાની આજુબાજુ 84 દિવસનો પ્લાન આપી રહી છે પરંતુ હવેથી કંપનીઓને 90 દિવસના પ્લાનની ફરજ પડી શકે છે. સરવાળે ફાયદો તો ગ્રાહકોને જ થવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ