બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Four children drowned in Jamnagar-Patan two died search for two continues

કરુણ ઘટના / જામનગર-પાટણમાં ચાર બાળકો ડૂબ્યાં, બે ના મોત, બે ની શોધખોળ ચાલુ

Kishor

Last Updated: 10:52 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર અને પાટણ જિલ્લામાં ડુબવાની બે ઘટના સામે આવી છે. જેમાં બે ના મૃતદેહ મળ્યા છે.

  • કાલાવડ રણુંજા હાઇવે પર ચેકડેમમાં બાળકીઓ ડૂબી
  • એક બાળકીનો મૃતદેહ મળ્યો, અન્ય એકની શોધખોળ ચાલુ
  • પાટણના સરસ્વતી તાલુકામાં ભાઈ-બહેન ડૂબ્યાં

રાજ્યમાં આજે ડુબવાની બે ઘટના સામે આવી છે. જેમાં પાટણના સરસ્વતી તાલુકાના વડુ ગામ પાસે બે લોકો ડૂબ્યાં હતા. જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુંજા હાઇવે પર આવેલા ચેકડેમમાં બે બાળકીઓ ડૂબી હતી. આ બંને કરુણ ઘટનામાં બે ના મૃતદેહ મળતા  સનસનાટી મચી જવા પામી છે.

ચેકડેમમાં ન્હાવા માટે ગયેલી બાળકીઓ પાણીમાં ડૂબી 
જામનગર જિલ્લાના કાલાવડ રણુંજા હાઇવે પરના ડેમમાં બે બાળકીઓ અકસ્માતે ડૂબી હતી. JPS સ્કૂલ પાસે આવેલા ડેમમાં ન્હાવા માટે બે બાળકીઓ ગઇ હતી. આ દરમિયાન જોતજોતામાં ઊંડા પાણી સુધી પહોચી ગઇ હતી અને ડેમના જળપ્રવાહમાં ડુબી ગઇ હતી. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ કાલાવડ ફાયર વિભાગ અને કાલાવડ પોલીસને જાણ કરાતા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કામગીરી હાથ ધરતા એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે  હજુ પણ એક બાળકીનો પત્તો ન લાગતા તેની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાઈ-બહેનનો અકસ્માતે પગ લપસતા બંને કેનાલમાં ડૂબ્યા 
વધુ એક ડુબવાની ઘટના પાટણના સરસ્વતી તાલુકાના વડુ ગામે સામે આવી હતી. જેમાં વડું ગામ પાસે કેનાલમાં ભાઈ-બહેન ડૂબતાં ચકચાર મચી જવા પામી હતી. કેનાલની કાંઠે રહેલા ભાઈ-બહેનનો અકસ્માતે પગ લપસતા બંને કેનાલમાં ડૂબ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં એકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ