બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former Chief Minister Vijay Rupani has issued a notice to the Congress over allegations of Rs 500 crore scam

રાજકારણ / અમેરિકાથી આવતા જ રૂપાણી એક્શનમાં, પોતાના પર થયેલા 500 કરોડના આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ

Ronak

Last Updated: 12:48 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે 500 કરોડના કૌભાંડના આક્ષેપ મમાલે તેમણે કોંગ્રેસને કીલો મારફતે નોટીસ મોકલાવી છે. સાથેજ તેમણે 15 દિવસમાં માફી માગવા પણ કહ્યું છે. માફી નહી માગે તો બદનક્ષીનો દાવો કરવાની વાત કરી છે.

  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી 
  • 500 કરોડના કોંભાંડ મામલે વકીલો મારફતે કોંગ્રેસને નોટીસ મોકલી 
  • 15 દિવસમાં માફી નહી માગવામાં આવે તો બદનક્ષીનો દાવો કરશે 

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જે 500 કરોડના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. તેને લઈને હવે તેમણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. જેમા તેમણે વકીલો મારફતે હવે કોંગ્રેસને નોટિસ મોકલાવી છે. નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો 15 દિવસમાં માફી માગવામાં નહી આવે તો વિજય રૂપાણી બદનક્ષીનો દાવો કરશે. 

વકીલો માફરતે પૂર્વ મુખ્યમંત્રીએ નોટીસ મોકલાવી 

આપને જણાવી દઈએ કે સુખરામ રાઠવાએ આણંદની જમીન મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આક્ષેપો લગાવ્યા હતા. જે આરોપોને તેમના દ્વારા ફગાવામાં આવ્યા છે. વિજય રૂપાણીએ આ સમગ્ર મામલે એવું કહ્યું હતું કે જ્યારે 500 કરોડની જમીન છે જ નહી તો પછી કૌભાંડ કેવી રીતે થાય. સમગ્ર મામલે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારા એવા આક્ષેપ લગાવામાં આવ્યા છે કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ રીતે ખોટા આરોપો લગાવી રહી છે. જેથી તેમણે આ સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને કોંગ્રેસને નોટીસ મોકલવાની છે. સાથેજ જો 15 દિવસમાં માફી માગવામાં નહી આવે તો બદનક્ષીનો દાવો ઠોકવાની વાત પણ તેમણે કરી છે. 

સુખરામ રાઠવાએ કર્યા હતા આક્ષેપ 

વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ આક્ષેપ કર્યો હતો કે રૂપિયા 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી જમીનના ઝોન ફેરફારની મંજૂરી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા બિલ્ડરે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના આગેવાનોની CBI તપાસની માગ કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડાએ કરી છે. ત્યારે હવે કોંગ્રેસનાં તમામ આક્ષેપોનો સોઈ ઝાટકીને ઠેઠ અમેરિકાથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપ્યા હતા. 

500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથીઃ પુર્વ CM વિજય રૂપાણી

ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 500 કરોડના ભ્રષ્ટાચારનો વાહિયત આક્ષેપ છે. મને બદનામ કરવાનુ રાજકીય ષડયંત્ર છે. કોંગ્રેસનુ જાહજ ડુબી રહ્યુ છે. નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે. એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની ચાલ છે. 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે. કોઈપણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાંચને ક્યારેય આંચ આવતી નથી. શહેરના વિકાસ માટે માત્ર મારી જ નહીં દરેક સરકાર સમય અને સંજોગ અનુસાર ઝોનફેર કરતી હોય છે.

રાજકોટ પોલીસ કમિશનરના સંદર્ભમાં મને બદનામ કરવા અનેક પ્રયાસ કરાયાઃ રૂપાણી

અગાઉ રાજકોટની ઘટનાઓ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૌન તોડ્યુ હતું, જેમા તેમણે કહ્યું કે, રાજકોટ પોલીસ કમિશનરના સંદર્ભમાં મને બદનામ કરવા અનેક પ્રયાસ કરાયા છે. પોલીસ કમિશનર સંદર્ભમાં મારી કોઈ ભૂમિકા નથી. નેપાળી કાંડ સાથે મારે કોઈ સંબંધ નથી છતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અનેક વખત હાઈકોર્ટે નેપાળી કાંડની અરજી નકારી દિધી છે. કોંગ્રેસ મારી રાજકીય કારકિર્દી બદનામ કરવા કાવતરુ ઘડી રહી છે.

મેં નિસ્વાર્થપણે સૌના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથીઃ રૂપાણી

રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણનાં જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓએ કર્યો છે જે આક્ષેપને પાયાવિહોણા ગણાવતા વિજય રૂપાણીએ અમેરિકાથી જણાવ્યું છે કે, મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકામાં રહે છે, છેલ્લા અગિયાર વર્ષોથી અમેરિકા જઈ શકાયું નથી, આજ સુધી પરિવાર સાથે રહેવાનો મોકો બહું ઓછો મળ્યો છે. હવે મુખ્યમંત્રીપદમાંથી રાજીનામું આપ્યા બાદ થોડો સમય હોવાથી અમેરિકા ગયો છું. સાડા પાંચ દસકથી સતત સેવાકીય - રાજકીય પ્રવૃત્તિ સાથે સંકલાયેલો છું. મારા પર કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. મેં નિસ્વાર્થપણે સૌના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથી.

કશું ખોટું થયાનો સવાલ જ નથી, જમીન હેતુ ફેરબદલની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ છેઃ રૂપાણી

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું  હતું  કે, 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવવાનું છે. કૌભાંડિયા કોંગ્રેસીઓને કૌભાંડ સિવાય કશું દેખાતું જ નથી. કોઈપણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાચને ક્યારેય આંચ આવતી નથી. છેલ્લા કેટલાંક સમયથી મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસે 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો ખોટો આક્ષેપ લગાવ્યો છે, કોંગ્રેસ નેતાઓએ કરેલો બિનપાયાદાર આક્ષેપ તદ્દન જુઠ્ઠો છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે જમીન ફેરબદલની મેં મંજૂરી આપી છે અને આ જમીન હેતુ ફેરબદલની મંજૂરીમાં કે અન્ય કોઈપણ બાબતમાં કૌભાંડ કે ગોટાળાને કોઈ સ્થાન જ નથી, કશું ખોટું થયાનો સવાલ જ નથી. જમીન હેતુ ફેરબદલની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ છે.

માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી બદનામ કરવાનું કોંગ્રેસનું કાવતરુંઃ રૂપાણી

અગાઉ તેમણે કહ્યું હતું કે મારે જેની સાથે કશું લાગતુંવળગતું જ નથી તેવા વર્ષો જૂના નેપાળી આત્મવિલોપન કેસમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, જે અરજી હાઈકોર્ટે વખતોવખત નકારી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનરના સંદર્ભમાં પણ મને બદનામ કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં પણ મારી કોઈ ભૂમિકા કે મારા પર થયેલા આક્ષેપ સાચા સાબિત થયા નથી. અને હવે આ 500 કરોડનું કૌભાંડ કર્યાનો તદ્દન પુરાવા વિહોણો આક્ષેપ કરી કોંગ્રેસ માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી બદનામ કરવાનું કાવતરું ઘડી રહી છે, કોંગ્રેસ પાસે પહેલા પણ મુદ્દા ન હતા, આજે પણ મુદ્દા નથી એટલે ફક્તને ફક્ત મનફાવે તેવો બકવાસ કરે છે.

જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે?: રૂપાણી

પૂર્વ મુખ્યમંત્રી કહ્યું હતું કે જો કોંગ્રેસે કરેલા બેબુનિયાદ આક્ષેપની વાત કરવામાં આવે તો,  રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે મેં રેસિડેન્શિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ કરી છે. રેસિડેન્શિયલ ઝોનમાં ગડબડ થવાની શક્યતા હોય છે. એગ્રીકલ્ચર કે ઈન્ડસ્ટ્રીયલ ઝોનને રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવામાં આવે તો ગડબડ થવાની શક્યતા હોય છે. ઔદ્યોગિક રાજકોટના વિકાસ માટે મેં જે મંજૂરી આપી છે તે જુદી છે. રેસિડેન્શિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ થઈ છે, ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરબદલ થઈ નથી. શહેરના વિકાસ માટે માત્ર મારી જ નહીં દરેક સરકાર સમય અને સંજોગ અનુસાર ઝોનફેર કરતી હોય છે. આ સિવાય કોંગ્રેસ જે 500 કરોડની વાત કરે છે એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે? આટલું જ નહીં પરંતુ મેં ક્યારેય ખોટું કર્યું નથી અને ખોટું કરીશ પણ નહીં એટલે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું.

ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો પણ નથી અને થવા પણ નથી દીધોઃ રૂપાણી

આ સિવાય વિજય રૂપરાણીએ એવું પણ કહ્યું કે મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 400 ટીપી સ્કીમ બનાવી છે, 40 જેટલા ડી.પી. - ડેવલોપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. અબજો રૂપિયાના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો પણ નથી અને થવા પણ નથી દીધો. આટઆટલા જનસેવાના પ્રજાકીય કાર્યો પછી મેં એક રૂપિયાનું પણ કૌભાંડ કર્યું છે તેવું કોઈ કહી શકે તેમ નથી, સહારાએ યુપીએની સરકારમાં ગોટાળા કર્યા છે, કોંગ્રેસ સરકારમાં સહારાએ કરેલા ગોટાળા કોંગ્રેસને દેખાતા નથી અને હવે મુદ્દાઓ નથી એટલે સહારાનું નામ લઈ ખોટી આક્ષેપબાજી કરે છે. ભાજપ સરકારે સહારા પાસેથી 25 હજાર કરોડ રૂપિયા ભરાવ્યા છે. જે-તે વખતે દેશભરમાં પણ એકસો જેટલી જગ્યાએ જમીનો સહારાએ ખરીદી હતી. પાછળથી તેમના પ્રોજેક્ટ - સ્કીમ પૂરા થયા નહીં અને લોકોએ તે જમીનો ખરીદી તેના પૈસા પણ જમીન ખરીદદારોએ સીબીમાં ભર્યા છે, સહારાને નથી આપ્યા.

જન્મજાત કૌભાંડ કરવા ટેવાયેલી કાંગ્રેસને દરેક વાતમાં કૌભાંડ દેખાય છેઃ રૂપાણી

ઉલ્લેખનીય છે કે અગાઉ વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે એગ્રીકલ્ચર ઝોનની કોઈ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવે તો તેની કિંમત વધી જાય અને કૌભાંડની શક્યતા રહે પરંતુ આ જમીન રેસિડેન્શિયલ ઝોનમાં આવેલી હતી અને તેને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવેલી છે. રેસિડેન્શિયલની જમીનના ભાવ હંમેશા ઈન્ડસ્ટ્રીયલ જમીનના ભાવ કરતાં વધારે હોય છે તેથી આ પ્રકારના ઝોન ફેરબદલને કૌભાંડ કહી શકાય નહીં. રાજકોટમાં નવાગામ માલીયાસણમાં ઈન્ડસ્ટ્રીઝ વધુ આવેલી છે તેથી રાજકોટમાં વધુ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય તે માટે રેસીડેન્સીયલ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવેલી હતી. વળી, જમીનની કુલ બજાર કિંમત 75 કરોડ આસપાસ છે તેથી 500 કરોડના કૌભાંડની વાત હાસ્યાસ્પદ છે. જન્મજાત કૌભાંડ કરવા ટેવાયેલી કાંગ્રેસને દરેક વાતમાં કૌભાંડ દેખાય છે. કૌભાંડો રાતોરાત થતા હોય છે જ્યારે આ આખા મામલામાં રૂડાએ ૨૦૧૮માં આ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા ઠરાવ કરેલો અને જુન ૨૦૨૧માં અઢી વર્ષ બાદ કાયદાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને ઝોન ફેર કરવામાં આવ્યો છે તેથી એક કોડીનું પણ કૌભાંડ થયું હોવાનો કોઈ પ્રશ્ન જ નથી એવું પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ