બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / For the first time in the history of IPL, 16 players became the captain in a season, see the complete list

IPL 2023 / IPLના ઈતિહાસમાં પહેલી વખત એક સિઝનમાં 16 ખેલાડીઓ બન્યા કેપ્ટન, જુઓ સંપૂર્ણ યાદી

Megha

Last Updated: 04:14 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર થયું છે જેમાં એક સિઝનમાં 16 ખેલાડી કેપ્ટન બન્યા હોય. આ પહેલા વર્ષ 2013માં 15 ખેલાડીઓએ IPL ટીમોમાં કેપ્ટનશિપ કરી હતી.

  • હાલ IPLની 16મી સિઝન ચાલી રહી છે
  • આ સિઝનમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે
  • સૌથી વધુ ખેલાડીઓનો કેપ્ટન બનવાનો આ રેકોર્ડ નોંધાયો

અત્યાર સુધી IPLની 15 સિઝન પૂરી થઈ છે અને અને હાલ 16મી સિઝન ચાલી રહી છે. જણાવી દઈએ કે આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી ઘણા બેટ્સમેન અને બોલરોએ અઢળક રેકોર્ડ બનાવાય અને તોડયા છે પણ પરંતુ આ સિઝનમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે. હવે વાત એમ છે કે આ સિઝનમાં સૌથી વધુ ખેલાડીઓનો કેપ્ટન બનવાનો આ રેકોર્ડ નોંધાયો છે. 

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આ વખતે આઈપીએલ 2023માં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો પણ અત્યાર સુધી કુલ 16 ખેલાડીઓએ સાથે મળીને આઈપીએલની આ ટીમોનું નેતૃત્વ કર્યું હતું. હવે આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર થયું છે જેમાં એક સિઝનમાં 16 ખેલાડી કેપ્ટન બન્યા હોય. આ પહેલા વર્ષ 2013માં 15 ખેલાડીઓએ IPL ટીમોમાં કેપ્ટનશિપ કરી હતી. 

IPLની આ સિઝનમાં ટીમના ઘણા કેપ્ટનની ઈજાને કારણે ટીમોએ આ જવાબદારી નવા ખેલાડીને સોંપવી પડી હતી. જો કે આ સાથે જ ઘણી ટીમોએ કેપ્ટનની ગેરહાજરીમાં નવા કેપ્ટનની નિમણૂક કરવી પડી હતી. જણાવી દઈએ કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ એવી 6 ટીમો હતી જેને 2-2 કેપ્ટનનો ઉપયોગ કર્યો હતો.

IPL 2023માં કેપ્ટન્સી કરનારા ખેલાડીઓની યાદી-

  • - ગુજરાત ટાઇટન્સ માટે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન
  • - ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એમએસ ધોની
  • - મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ
  • - લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યા
  • - રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસન
  • - પંજાબ કિંગ્સ માટે શિખર ધવન અને સેમ કુરન
  • - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ફાફ ડુપ્લેસી અને વિરાટ કોહલી
  • - કોલકાતા નાઈટ રાઈડર્સ માટે નીતિશ રાણા
  • - સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર અને એઇડન માર્કરામ
  • - દિલ્હી કેપિટલ્સ માટે ડેવિડ વોર્નર

વર્ષ 2011, 2012માં 14-14 કેપ્ટનોએ ટીમોનું નેતૃત્વ કર્યું હતું તો 2013 માં સિઝનમાં કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો અને એ સિઝનમાં 15 ખેલાડીઓએ ટીમોનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે જ 2022ની સિઝનમાં 14-14 કેપ્ટનોએ ટીમોનું નેતૃત્વ કર્યું હતું તો 2023માં અત્યાર સુધી 16 કેપ્ટને કેપ્ટનશિપ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ