બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું જમતી વખતે વચ્ચે-વચ્ચે પાણી પીવાય કે નહીં, જમ્યા પછી ક્યારે પાણી પીવું જોઈએ? 99% લોકો છે કનફ્યુઝ

હેલ્થ / શું જમતી વખતે વચ્ચે-વચ્ચે પાણી પીવાય કે નહીં, જમ્યા પછી ક્યારે પાણી પીવું જોઈએ? 99% લોકો છે કનફ્યુઝ

Last Updated: 01:56 PM, 6 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં બધા લોકોને આ આદત હોય છે કે તેઓ ભોજન કરતા સમયે અથવા ભોજન કર્યા બાદ તરત જ પાણી પી લે છે. આવા લોકો ખાવાથી વધારે પાણી પી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે? તો ચાલો જાણીએ કે ભોજન કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?

હેલ્થ એક્સપર્ટ દરેક પુખ્ત વ્યક્તિને દરરોજ 2-3 લીટર પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ આયુર્વેદમાં પાણી પીવાના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોને અવગણશો તો આરોગ્યને નુકસાન થઈ શકે છે. હાં, ઘણા લોકોની આદત હોય છે કે તેઓ ભોજન દરમિયાન અથવા ખાધા પછી તરત જ પાણી પી લે છે. આવા લોકો જેટલો ખોરાક ખાય છે, તેનાથી વધુ પાણી પી જાય છે. પણ શું તમે જાણો છો કે આવું કરવાથી પાચનક્રિયા બગડી શકે છે અને પેટની અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે?

આ જ કારણ છે કે આયુર્વેદમાં ભોજન દરમિયાન પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. પણ, મોટો પ્રશ્ન એ છે કે ભોજન કર્યા પછી કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ? ભોજન દરમિયાન પાણી કેમ ન પીવું જોઈએ? આ વિષય વિગતવાર માહિતી જાણીએ.

ભોજન દરમિયાન પાણી કેમ ન પીવું?

એક્સપર્ટના મતે, ભોજન કરતી વખતે પાણી પીવાથી પાચનશક્તિ નબળી પડી શકે છે. જેના કારણે ઝડપથી જાડાપણું આવી શકે છે. હકીકતમાં, આરોગ્ય માટે મુખ્ય પ્રવેશદ્વાર આપણા પેટથી શરૂ થાય છે. જો પેટ સાજું નહીં હોય તો આખું શરીર તંદુરસ્ત રહી શકશે નહીં. તેથી જ ભોજન કરતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ.

water-2

ભોજન કર્યા પછી તરત જ પાણી કેમ ન પીવું?

ભોજન કર્યા પછી તરત જ પાણી પીવાથી પેટની પાચનશક્તિ ઓછી થઈ જાય છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. તાત્કાલિક પાણી પીવાથી ખોરાક સારી રીતે પચી શકતો નથી. ધીમે ધીમે તે પેટમાં રહેવા લાગે છે અને સડીને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં ફેરવાઈ જાય છે.

ભોજન કર્યા પછી કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ?

આયુર્વેદ અનુસાર, ભોજનની 30-40 મિનિટ પહેલા પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પાચનક્રિયા સુધરે છે. જ્યારે, ભોજન કર્યા પછી તરત જ પાણી પીવાથી પાચનશક્તિ નબળી પડી શકે છે, જેના કારણે ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તેથી ભોજન કર્યા પછી લગભગ 1 કે 2 કલાક બાદ પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે.

નિષ્ણાંતની સલાહ

સામાન્ય ભોજન સમયે પાણી પીવું આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો ભોજન વધુ મસાલેદાર અથવા તીખું હોય, તો તે દરમિયાન થોડું પાણી પી શકાય. ઉપરાંત, ભોજનને સારી રીતે ચાવીને ખાવું પાચન માટે ખૂબ જ લાભદાયી હોય છે.

વધુ વાંચો: શું તમને પૂરતી ઊંઘ લીધા પછી પણ સુસ્તી લાગે છે? જાણો એક્સપર્ટ પાસેથી સમસ્યાનો ઉપાય

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

water Food Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ