બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પૂરતી ઊંઘ લીધા પછી પણ સુસ્તી લાગે છે? જાણો એક્સપર્ટ પાસેથી સમસ્યાનો ઉપાય

હેલ્થ / શું તમને પૂરતી ઊંઘ લીધા પછી પણ સુસ્તી લાગે છે? જાણો એક્સપર્ટ પાસેથી સમસ્યાનો ઉપાય

Last Updated: 01:36 PM, 6 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં સતત રહેતી સુસ્તી ન માત્ર તમારી કાર્યક્ષમતાને અસર કરે છે, પણ માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પાડી શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ચિંતિત થવાની જરૂર નથી. ચાલો જાણીએ નિષ્ણાંત દ્વરા સૂચવેલી 4 સરળ ટિપ્સ.

પૂરતી ઊંઘ લેવા છતાં પણ જો સુસ્તી, આળસ અને ઊર્જાની ઉણપ લાગે, તો તેના અનેક કારણો હોઈ શકે. નિષ્ણાંતોના મત મુજબ કેટલીકવાર પોષણની ઉણપ, ડિહાઈડ્રેશન, ખરાબ પાચનપ્રક્રિયા અને માનસિક તણાવના કારણે આવી સ્થિતિ ઊભી થઈ શકે. પરંતુ તેનાથી બચવા માટે આપણી ભારતીય આહારપદ્ધતિમાં રહેલી પ્રાકૃતિક વસ્તુઓને ડાયટમાં શામેલ કરવી શરૂ કરો.

નારિયળનું પાણી

જો તમે આખો દિવસ સુસ્તીનો અનુભવ કરી રહ્યા છો, તો નારિયળનું પાણી પીવો. નારિયળનું પાણી તાત્કાલિક ઊર્જા આપે છે. તે શરીરને હાઈડ્રેટ રાખવા ઉપરાંત ઇલેક્ટ્રોલાઈટ્સની ઉણપ પણ દુર કરે છે. તમે નારિયળના પાણી સિવાય, દહીંમાંથી બનેલી છાશ પણ પી શકો છો. તે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે.

આમળાનો રસ

આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત પાચનશક્તિ પણ સુધારે છે. જો તમે શરીરમાં કમજોરીનો અનુભવ કરી રહ્યા છો, તો દરરોજ આમળાનો રસ પીવો. તેનાથી શરીર ઝડપથી થાકતું નથી.

tired 1

બદામ અને કિસમિસ ખાવો

બદામ અને કિસમિસ સૌથી ઊર્જાવર્ધક ડ્રાયફ્રૂટ્સ માનવામાં આવે છે. તે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. રાતે પલાળીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં વધુ સારી રીતે શોષાય છે. આથી પોષણની ઉણપ ન રહે અને ઊર્જા લેવલ પણ વધે.

દૂધ સાથે ખજૂર ખાવો

ખજૂર કુદરતી ઊર્જાવર્ધક છે. જો તમે તેને દૂધ સાથે ખાશો, તો સુસ્તીની સમસ્યા દૂર થશે. દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે. રાતે સૂતા પહેલા એક કલાક પહેલાં દૂધ સાથે ખજૂર ખાઓ. આથી ઊંઘ પણ સારી આવશે અને થાક પણ નહીં લાગે.

વધુ વાંચો: વજન ઓછું કરવું છે? તો આ 6 શાકભાજીનો ઉપયોગ ટાળો, નહીંતર વજન ઓછું થવાને બદલે વધવા લાગશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

health and diet tips Sleep drowsiness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ