બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / five people died and one was injured in j&K accident

દુ:ખદ / J&Kના સાંબામાં કાર ખીણમાં ખાબકી, વાહનચાલકની એક ભૂલના કારણે 5નાં કરૂણ મોત તો એક ઘાયલ

Dhruv

Last Updated: 01:52 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં શનિવારનાં રોજ એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે એક વ્યક્તિ ઊંડી ખીણમાં પડી જવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

  • જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુુ ગુમાવતા ગાડી સીધી ખાઇમાં ખાબકી
  • ગંભીર અકસ્માતમાં 5નાં મોત તો એક વ્યક્તિ ઘાયલ

આ ઘટના વિશે માહિતી આપતા સાંબા જિલ્લાના પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે, આજે વહેલી સવારે માનસર વિસ્તાર પાસે થયેલા ગંભીર અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થઇ છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એસએચઓએ જણાવ્યું કે, ઇનોવા કાર માનસર રૂટ પર થઇને શ્રીનગર જઇ રહી હતી.

 

તેઓએ જણાવ્યું કે, જમોડ વિસ્તારમાં એક વળાંક પર ઈનોવા કારના ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવી દીધો અને કાર ઊંડી ખીણમાં ખાબકી ગઈ. આ કારમાં 6 લોકો સવાર હતાં. આ સાથે રસ્તા પરથી પસાર થતા લોકો અને સ્થાનિક લોકોએ કોઈ પણ રીતે ખાઇમાં પડેલી કારમાંથી તમામ લોકોને બહાર કાઢી મુખ્ય માર્ગ પર લાવી દીધા હતાં અને તુરંત પોલીસને પણ જાણ કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે અને ઘાયલને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

પોલીસ તુરંત પહોંચી હતી ઘટનાસ્થળે

આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે રાહત કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ તમામને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ડોક્ટરોએ 6માંથી 5ને મૃત જાહેર કરી દીધા હતાં. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, માનસરમાં એક ઈનોવા કારને ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં અનંતનાગના ગ્રામ બ્રહ રાનીપોરાના રહેવાસી પરિવારના ચાર સભ્યોનું ડ્રાઈવર સહિત ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ

મૃતકોની ઓળખ ગુલઝાર અહમદ ભટ (71), તેઓની પત્ની જૈના બેગમ (65), તેમના પુત્ર ઇકબાલ અહમદ ભટ (25) અને પુત્રી મસરત જાન (21) તરીકે થઇ છે. વાહનચાલકની ઓળખ અનંતનાગના રહેવાસી સાકિબ તરીકે થઇ છે. જો કે, એક પોલીસ અધિકારી કહી રહ્યાં છે કે, તમામની ઓળખ કરી લેવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, હાલમાં આ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ પણ શરૂ કરી દેવાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ