બ્રેકિંગ ન્યુઝ
VTV / Find out who the IPS and IAS are, and how much their salary is
ADVERTISEMENT
યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)ની પરીક્ષા સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. અને દરેક પરીક્ષાર્થીનું સપનું હોય છે કે IAS કે IPSનું પદ મેળવશું પરંતુ IAS અને IPS આ બન્નેમાંથી કોણ વધારે શક્તિશાળી હોય છે?
IAS અટેલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ જેમનાથી તમે બ્યુરોક્રેસીમાં એન્ટ્રી કરી શકો છો. આઇએએસમાં પસંદ થયેલા ઉમેદવારો વિભિન્ન મંત્રાલયો-વિભાગો અને જીલ્લાના મુખ્ય અધિકારીઓ હોય છે. IAS ઓફિસર ભારતીય નૌકરશાહીના સૌથી મોટા પદ કેબિનેટ સેક્રેટરી સુધી પણ જઈ શકે છે.
ADVERTISEMENT
જાણો IAS અને IPSમાં શું અંતર છે?
IASનો કોઈ ડ્રેસ કોડ નથી હોતો તે હંમેશા ફોર્મલ ડ્રેસમાં રહેતાં હોય છે. પરંતુ IPSને ડ્યુટી દરમિયાન ખાખી વર્દી પહેરવી પડે છે. જ્યારે IAS સાથે એક અથવા બે અંગરક્ષકો હોય છે તો IPS સાથે પોલીસ ફોર્સ હોય છે.
ADVERTISEMENT
જો IAS બનો છો તો એક મેડલ આપવામાં આવે છે. પરંતુ IPS હોવ તો તમને સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
શું છે IAS અને IPSના કાર્ય?
ADVERTISEMENT
એક IAS અધિકારી લોકપ્રસાશન અને નીતિ નિર્માણના કાર્ય માટે જવાબદાર હોય છે. સરકાર જે નીતિ બનાવે છે તેમને લાગુ કરવા માટેનું કામ IAS અધિકારી કરે છે. જ્યારે IPS અધિકારી કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે અને ગુનાખોરીને રોકવા માટે જવાબદાર હોય છે.

ADVERTISEMENT
કેવી હોય છે ટ્રેનીંગ?
IAS તથા IPS શરૂના ત્રણ મહિના ટ્રેનીંગ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકડેમી થતી હોય છે. જેમને ફાઉન્ડેશન કોર્સ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ તેમને IPS ને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી હૈદરાબાદ મોકલી દેવામાં આવે છે. જ્યાં તેમને પોલીસની ટ્રેનીંગ આપવમાં આવે છે. જે ઉમેદવાર IAS ટ્રેનીંગમાં ટોપ કરે છે તેમને મેડલ આપવામાં આવે છે. અને IPS ટ્રેનીંગમાં ટોપ કરે છે તેમને સ્વોર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. જો કે બંનેની સરખામણી કરીએ તો IPSની ટ્રેનીંગ થોડી મુશ્કેલ છે.
ADVERTISEMENT

IAS અને IPSનું નિયંત્રણ કોણ કરે છે ?
આ જાણવું જરૂરી છે કે IAS અને IPSનું નિયંત્રણ કોના હાથમાં છે. IASનું નિયંત્રણ પ્રશિક્ષણ વિભાગ અને પેન્શન મંત્રાલય પાસે હોય છે. જ્યારે IPSનું નિયંત્રણ ગૃહ મંત્રાલય પાસે હોય છે.
કેટલી હોય છે સેલેરી?
IAS અધિકારીની સેલેરી IPS કરતા વધારે હોય છે. IASનું વેતન 56,100 થી 2.5 લાખ સુધી પ્રતિ મહિનો હોય છે. અને તેમની સાથે કેટલી સુવિધાઓ પણ આપવામાં આવે છે. IPSનું વેતન 56,100 થી લઈ 2,25,000 સુધીની પ્રતિ મહિનો હોય છે. તમને જણાવી દઈએ એક ક્ષેત્રમાં એક જ IAS હોય છે પરંતુ IPS ઘણા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.