બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Finally, Pakistan jumped into the dispute against Canada

મોટું નિવેદન / 'ભારત પર જે આરોપ લાગ્યો તેનાથી...', આખરે કેનેડા સામેના વિવાદમાં પાકિસ્તાન કૂદ્યું ખરાં, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 01:50 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada–India relations News: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં આરોપ પર પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ કાઝીએ કહ્યું  કે, તેઓ આ ખુલાસાથી આશ્ચર્યચકિત નથી

  • આતંકવાદીઓને પોષવા માટે વિશ્વભરમાં કુખ્યાત પાકિસ્તાનનું નિવેદન 
  • પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ કાઝીએ કહ્યું, ટ્રુડોએ જે કહ્યું છે તેમાં ચોક્કસ સત્ય  
  • સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન મિશનમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાનનું નિવેદન

Canada–India relations : આતંકવાદીઓને પોષવા માટે વિશ્વભરમાં કુખ્યાત પાકિસ્તાને કેનેડાના આરોપો પર ભારત સામે આંગળી ચીંધવાનો પ્રયાસ કર્યો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હતી. આ આરોપ પર પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ કાઝીએ કહ્યું છે કે, તેઓ આ ખુલાસાથી આશ્ચર્યચકિત નથી. કાઝીએ કહ્યું કે, ટ્રુડોએ જે કહ્યું છે તેમાં ચોક્કસ સત્ય છે.

પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ કાઝી 78મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેવા પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કક્કર સાથે પાંચ દિવસીય અમેરિકાની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન મિશનમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન આ વાત કહી. આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાનને કેનેડાના આરોપોને કારણે ભારત વિરુદ્ધ પોતાનો દુષ્પ્રચાર કરવાની તક મળી છે. પાકિસ્તાનના ટોચના રાજદ્વારીએ કહ્યું, કેનેડામાં ભારતીય આતંકવાદ પાકિસ્તાન માટે આશ્ચર્યજનક નથી.

કુલભૂષણ જાધવનો ઉલ્લેખ કરી શું કહ્યું ? 
પાકિસ્તાનમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કેનેડાના આરોપોમાં પાકિસ્તાનને કંઈ અસામાન્ય લાગ્યું નથી કારણ કે, પાકિસ્તાને માર્ચ 2016માં બલૂચિસ્તાનમાંથી ભારતીય સંશોધન અને વિશ્લેષણ વિંગ (RAW) ના સેવા આપતા ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ કરી હતી. કુલભૂષણ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.

કુલભૂષણ જાધવ એક ભારતીય નાગરિક છે જેણે નૌકાદળમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. જોકે પાકિસ્તાને તેના પર જાસૂસી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને તેને મૃત્યુદંડની સજા ફટકારી. ભારતે પાકિસ્તાનના તમામ આરોપોને ફગાવી દીધા છે. જાધવ હજુ પણ પાકિસ્તાનની જેલમાં છે.

ભારત પર કેનેડાના આરોપો પર પાકિસ્તાન કૂદી પડ્યું
સોમવારે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ તેમની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેનેડાએ ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા. આરોપોને ફગાવી દેતાં ભારતે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બદલો લેવા માટે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. કેનેડાના આ આરોપથી પાકિસ્તાન ખુશ નથી. પાકિસ્તાનના વિદેશ સચિવે કહ્યું કે, કેનેડાના પીએમ દ્વારા સંસદમાં લગાવવામાં આવેલા આરોપોમાં ચોક્કસ સત્ય છે. કુલભૂષણ જાધવનો ઉલ્લેખ કરતા સાયરસ કાઝીએ કહ્યું કે, ભારતીય જાસૂસ પાકિસ્તાનને અસ્થિર કરવાની ગતિવિધિઓમાં સામેલ હતો. તેમણે કહ્યું, ભારતની આવી ગતિવિધિઓ વિશે વિશ્વમાં જો કોઈ જાણતું હોય તો તે અમે (પાકિસ્તાન) છીએ.

બિલાવલ ભુટ્ટોએ પણ આપી હતી પ્રતિક્રિયા
મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ ભારત વિરુદ્ધ પોતાનો પ્રચાર કર્યો. પાકિસ્તાનના એક ખાનગી ન્યૂઝ અનુસાર, તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી કે, તે સ્વીકારે કે ભારત દુષ્ટ, હિંદુત્વ અને આતંકવાદી દેશ છે. કેનેડાના આરોપો અંગે તેમણે કહ્યું હતું કે, આ બહુ મોટો આરોપ છે. ભારત દુનિયાની સામે ખુલ્લું પડી ગયું છે. અને ક્યાં સુધી આપણા આંતરરાષ્ટ્રીય અને પશ્ચિમી મિત્રો ભારતની આવી હરકતોને અવગણતા રહેશે ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ