બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અજબ ગજબ / femous temple of india where the first ray falls on the sun statue on makar sankranti khargone

ઉત્તરાયણ / ભારતનું પ્રસિદ્ધ મંદિર જ્યાં ફક્ત મકર સંક્રાંતિ પર સૂર્ય મૂર્તિ પર પડે છે પહેલી સૂર્યની કિરણ

Dharmishtha

Last Updated: 11:35 AM, 14 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં ગુરુવારે મકરસંક્રાંતિનો તહેવાર ધૂમધામથી માનવવામાં આવી રહ્યો છે. તેવામાં આજ તમને એક એવા મંદિર અંગે જણાવીશું જ્યાં ફક્ત મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પ્રતિમા પર પડે છે પહેલી કિરણ પડે છે. આ મંદિર મધ્ય પ્રદેશના ખરગૌન જિલ્લામાં સ્થિત છે.

  • મકર સંક્રાંતિ પર સૂર્યની પૂજા કરવામાં આવે છે
  • મંદિરની રચના પ્રાચીન જ્યોતિષના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવી છે
  •  દેશભરના શ્રદ્ધાળુ અહીં આ દ્રશ્ય જોવા આવે છે

મકર સંક્રાંતિ પર સૂર્યની પૂજા કરવામાં આવે છે

પ્રસિદ્ધ નવગ્રહ મંદિરના પૂજારી  લોકેશ જાગીરદારનું કહેવું છે કે મકરસંક્રાંતિ, સૂર્યની આગેવાનીનો પર્વ છે. નવગ્રહ મંદિર સૂર્ય પ્રધાન છે અહીં ગર્ભગ્રહમાં સૂર્યની મૂર્તિ વચ્ચે વિરાજિત છે. મૂર્તિની આસપાસ અન્ય ગ્રહ છે.  માન્યતા છે કે મકર સંક્રાંતિ પર સૂર્યની પૂજા કરવામાં આવે છે. તો નવગ્રહની કૃપા થાય છે. વર્ષભર માટે આપણે ગ્રહશાંતિનું ફળ મળે છે.

 

મંદિરની રચના પ્રાચીન જ્યોતિષના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવી છે

પ્રાચીન જ્યોતિષના સિદ્ધાંતો અનુસાર મંદિરની રચના કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરતા સમયે 7 સીડિયો છે. જે સાત વારના પ્રતિક છે. આ બાદ બ્રહ્મા, વિષ્ણુ સ્વરુપના રુપમાં સરસ્વતી, શ્રીરામ અને પંચમુખી મહાદેવના દર્શન થાય છે. એ બાદ ગર્ભગૃહમાં જવા માટે 12 સીડીઓ ઉતરવાની હોય છે. જે 12 મહિનાનું પ્રતિક છે.

 દેશભરના શ્રદ્ધાળુ અહીં આ દ્રશ્ય જોવા આવે છે

મકરસંક્રાંતિ પર સૂર્ય મંદિરમાં સૂર્યની પહેલી કિરણ મંદિરના ગુંબજથી થતા ભગવાન સૂર્યની મૂર્તિ પર પડે છે. સંક્રાંતિ પર પ્રાચીન નવગ્રહ મંદિરમાં સવારે 3 વાગે લોકોની ભીડ લાગે છે. દેશભરના શ્રદ્ધાળુ અહીં આ દ્રશ્ય જોવા આવે છે.

આની વચ્ચે જીવન ચાલે છે 

ગર્ભગૃહમાં નવગ્રહના દર્શન થાય છે. આ બાદ બીજા માર્ગ પર ફરી 12 સીડીઓ ઉપર ચઢીએ છીએ તો 12 રાશિના પ્રતિક છે. આ પ્રકારથી સાત વાર, 12 મહિના, 12 રાશિ અને નવગ્રહ આની વચ્ચે જીવન ચાલે છે અને તેના આધાર પર મંદિરની રચના કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Khargone Makar Sankranti Temple નવગ્રહ મંદિર મધ્ય પ્રદેશ Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ