બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ભારત / Female Prisoners Getting Pregnant, 196 Babies Living In Custody: Plea In Calcutta HC Seeks Prohibition On Entry Of Male Employees In Female Prisoners' Enclosure

જેલમાં સંબંધ / બંગાળની જેલમાં મહિલાઓને પ્રેગનન્ટ કરીને 196 બાળકો પેદા કર્યાં, કોણે કર્યું કામ? નામ સામે આવ્યાં

Hiralal

Last Updated: 05:27 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલોમાં મહિલાઓ ગર્ભવતી થઈ રહી હોવાની ફરીયાદ પશ્ચિમ બંગાળના ચીફ જસ્ટીસને મળી છે.

  • પશ્ચિમ બંગાળની જેલોમાંથી ચોંકાવનારા સમાચાર 
  • મહિલાઓ થઈ રહી છે ગર્ભવતી
  • 96 બાળકો પેદા થયા
  • પ.બંગાળના ચીફ જસ્ટીસ પાસે પહોંચી ફરીયાદ 

પશ્ચિમ બંગાળની જેલોમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બંગાળની જેલોમાં બંધ મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે. "જેલમાં રહીને મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે. ન્યાય મિત્રે  કલકત્તા હાઈકોર્ટેને સોંપેલા રિપોર્ટમાં આ ચિંતાજનક સમાચાર આપ્યાં છે. ચીફ જસ્ટિસ  ટી.એસ.શિવજ્ઞાનમ અને ન્યાયાધીશ સુપ્રતીમ ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચ સમક્ષ આ મામલે બે નોટો મૂકી હતી.  ન્યાય મિત્રે ચીફ જસ્ટીસને કહ્યું કે મિલોર્ડ, તમને જાણીને નવાઈ લાગશે કે મહિલા કેદીઓ કસ્ટડીમાં હોય ત્યારે ગર્ભવતી થઈ રહી છે." આ પછી જેલોમાં પણ બાળકોનો જન્મ થઇ રહ્યો છે. હાલમાં પશ્ચિમ બંગાળની વિવિધ જેલોમાં 196 બાળકો બંધ છે. આ સાથે એમિકસ ક્યુરીએ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચને વિનંતી કરી હતી કે, મહિલા કેદીઓના એન્ક્લોઝર્સની અંદર સુધાર ગૃહોમાં તૈનાત પુરુષ કર્મચારીઓના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો જોઈએ. તાજેતરમાં મેં સુધારણા ગૃહોના ઇન્સ્પેક્ટર જનરલ (વિશેષ) અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ સાથે એક મહિલા સુધારણા ગૃહની મુલાકાત લીધી હતી. ત્યાં મેં જોયું કે એક સગર્ભા સ્ત્રી અને ઓછામાં ઓછી 15 અન્ય મહિલા કેદીઓ તેમના બાળકો સાથે રહેતી હતી. તે બાળકો જેલમાં જન્મ્યા હતા. 

ચીફ જસ્ટીસે બીજી બેંચને સોંપ્યો મામલો 
ચીફ જસ્ટીસ ટી.એસ. શિવજ્ઞાનમ અને જસ્ટીસ ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચે આ મામલો બીજી બેંચને સોંપ્યો હતો. જ્યારે એમિકસ ક્યુરી હોલ-એ-જેલનું વર્ણન કરી રહ્યો હતો, ત્યારે સરકારી વકીલ પણ ત્યાં હાજર હતા. નોંધને રેકોર્ડ પર લેતા ખંડપીઠે જણાવ્યું હતું કે, "એમિકસ ક્યુરી દ્વારા સંદર્ભિત કેસ એક ગંભીર મુદ્દા તરફ ઇશારો કરે છે. જેલમાં રહીને મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે અને હાલમાં પશ્ચિમ બંગાળની અલગ અલગ જેલમાં 196 બાળકો રહે છે. 

કયા બાળકો મહિલાઓ સાથે રહી શકે 

 છ વર્ષથી ઓછી ઉંમરના બાળકવાળી મહિલાની ધરપકડ કરવામાં આવે તો બાળકને માતા સાથે જેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે. તેમણે કહ્યું, "છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જેલમાં તેમની માતા સાથે રહેવાની મંજૂરી છે, પરંતુ જેલમાં મહિલાઓ ગર્ભવતી થાય છે તે વિશે મને કોઈ માહિતી નથી." આ અસંભવિત છે. જો તે મારા ધ્યાનમાં આવશે, તો હું ચોક્કસપણે તેની તપાસ કરીશ. સૂત્રોએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી, 2024 સુધીમાં, પશ્ચિમ બંગાળની 60 જેલોમાં લગભગ 26000 કેદીઓ રહેતા હતા. આ કેદીઓમાં લગભગ 8% થી 10% મહિલાઓ છે. જાન્યુઆરી સુધીમાં, રાજ્યની જેલોમાં ઓછામાં ઓછી 1,265 અંડરટ્રાયલ મહિલા કેદીઓ અને 448 દોષિતો બંધ હતા. ૧૭૪ જેટલી મહિલા કેદીઓ આજીવન કેદની સજા કાપી રહી છે. સોમવારે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરે તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ