બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Female Naga Monks Come To Bathe In Triveni Sangam During Magh Mela, Live Such Mysterious Life, Know

જાણવા જેવું / માઘ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે છે મહિલા નાગા સાધુ, જીવે છે આવું રહસ્યમય જીવન, જાણો

Megha

Last Updated: 01:25 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગા સાધુનું નામ આવતા જ સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે પુરુષો જ નાગા સાધુ હોય છે પણ એવું નથી, મહિલા નાગા સાધુ પણ હોય છે. કઇંક આવું રહસ્યમય જીવન જીવે છે મહિલા નાગા સાધુ.

  • માઘ મેળામાં નાગા સાધુઓની ભીડ જોવા મળી 
  • નાગા સાધુ મહિલાઓ પણ હોય છે
  • મહિલાઓ નાગા સાધુઓના વસ્ત્રો પહેરી શકે છે

6 જાન્યુઆરીથી માઘ પૂર્ણિમાના સ્નાનનો આ મેળો પ્રયાગરાજમાં શરૂ થઈ ગયો છે. જણાવી દઈએ કે આ મેળો 18 ફેબ્રુઆરી 2023 એટલે કે મહાશિવરાત્રીના દિવસે સુધી ચાલશે. માઘ મેળામાં સાધુઓથી લઈને ભક્તો ગંગા-યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં દોઢ મહિના સુધી સ્નાન કરવા આવે છે. આ સાથે જ પ્રયાગરાજમાં યોજાતા માઘ મેળાને અર્ધ કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં કલ્પવાસી 45 દિવસ સુધી સંગમના કિનારે રહે છે. માઘ મેળાનું પ્રથમ સ્નાન 6 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવ્યું હતું. આ પછી 14 થી 15 જાન્યુઆરી સુધી મકરસંક્રાંતિના તહેવાર પર બીજું સ્નાન કરવામાં આવ્યું હતું. 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસ પછી મૌની અમાસ એટલે કે 21 ફેબ્રુઆરી 2023 ના રોજ સ્નાન કરવામાં આવશે. 

માઘ મેળામાં કલ્પવાસનો અર્થ શું છે?
માઘ મેળો એ હિન્દુ ધાર્મિક તહેવાર છે અને ભગવાન બ્રહ્મા દ્વારા બ્રહ્માંડની રચનાની ઉજવણી કરવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ સમય દરમિયાન કલ્પવાસનું પાલન કરે છે, તેમના પૂર્વ જન્મોમાં કરેલા તમામ પાપો ધોવાઇ જાય છે અને તેમને જન્મ-મરણના ચક્રમાંથી પણ મુક્તિ મળે છે. 

માઘ મેળામાં નાગા સાધુઓની ભીડ જોવા મળી 
દોઢ મહિના સુધી ચાલનારા માઘ મેળામાં નાગા સાધુઓ પણ જોવા મળે છે. જે સાધુઓ વર્ષોથી ક્યાંય દેખાતા નથી તેઓ પણ આ દિવસોમાં સંગમમાં સ્નાન કરવા આવે છે. જણાવી દઈએ કે નાગા સાધુઓ રહસ્યોથી ભરપૂર હોય છે અને તેઓ કોઈની સાથે બહુ ભળતા નથી. આ સાથે જ એવું કહેવાય છે કે તેઓ આખું વર્ષ હિમાલય પર નગ્ન અવસ્થામાં રહે છે.

મહિલા નાગા સાધુ બનવું સરળ નથી
જો કે નાગા સાધુનું નામ આવતા જ સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે માત્ર પુરુષો જ નાગા સાધુ હોય છે પણ એવું નથી. આમ વિચારવા પાછળનું એક કારણ એ પણ છે કે નાગા સાધુઓ કપડા વગર રહે છે, એટલા માટે લોકો વિચારે છે ફક્ત પુરુષ જ નાગા સાધુ હોય શકે છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે નાગા સાધુ મહિલાઓ પણ હોય છે. જો કે મહિલા નાગા સાધુ નગ્ન એટલે કે કપડા વગર રહેતી નથી. તમને જણાવી દઈએ કે મહિલા નાગા સાધુની સંખ્યા ઘણી ઓછી છે અને એમનું જીવન ખૂબ જ રહસ્યમય હોય છે. મહિલા નાગા સાધુ બનવું એટલું સરળ નથી. પુરૂષ નાગા સાધુઓ જે પ્રકારનું કઠિન જીવન જીવે છે એ જ રીતે સ્ત્રી નાગા સાધુઓ પણ સખત તપસ્યા કરે છે.

મહિલાઓ નાગા સાધુઓના વસ્ત્રો પહેરી શકે છે
ખાસ વાત એ છે કે મહિલાઓ નાગા સાધુઓના વસ્ત્રો પહેરી શકે છે. જે લોકો પ્રયાગરાજના કુંભ અથવા માઘ મેળામાં ગયા હશે એમને ત્યાં મહિલા નાગા સાધુઓ પણ જોવા મળી હશે. જણાવી દઈએ કે પવિત્ર નદીઓ અથવા સંગમમાં સ્નાન કર્યા પછી, તેઓ ખૂબ જ ઝડપથી પાછા ફરી જાય છે અને તેમની સંખ્યા ઘણી ઓછી છે. મહિલા નાગા સાધુ બનવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે. કહેવાય છે કે 10 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું પડે છે અને આ દરમિયાન વ્યક્તિએ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે. તેઓએ ગુરુની સામે સાબિત કરવું પડશે કે તેઓ નાગા સાધુ બનવાની ક્ષમતા ધરાવે છે. આ પછી ગુરુ તેમને દીક્ષા આપે છે. 

મોહ-માયાનો કરવો પડે છે ત્યાગ 
મહિલા નાગા સાધુઓએ  તેમની જીવનશૈલી અને શરીરમાં ઘણા ફેરફારો કરવા પડે છે અને તેમને વાળ રાખવાની પણ છૂટ નથી રહેતી. તેમને માથું મુંડાવવું પડે છે. આ સાથે જ એમને મોહ-માયાનો ત્યાગ કરીને ઘર-પરિવાર છોડવો પડે છે. તેઓ પોતાનું જીવન પહાડો, જંગલો કે ગુફાઓમાં વિતાવે છે અને આ સાથે જ ગ્રે રંગનું એક જ કપડું પહેરી શકે છે. જો કે અંહિયા શરત એ છે કે તે કપડાને ટાંકા ન હોવા જોઈએ. આ સાથે જ તેઓ પોતાના શરીર પર રાખ લગાવે છે. સખત શિયાળો હોય કે ઉનાળો તેઓ એક થી વધુ કપડાં પહેરી શકતા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ