બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Fed up with Pakistan's persecution, 24 Hindu refugees in Ahmedabad get citizenship, overflowing with happiness

નાગરિકત્વ / પાકિસ્તાનના ત્રાસથી કંટાળીને અમદાવાદ આવેલા 24 શરણાર્થી હિન્દુઓને મળી નાગરિકતા, ચહેરા પર છલકાઈ ખુશી

Mehul

Last Updated: 11:37 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વસતા આવા જ 24 હિન્દુ લોકો હવે ગર્વથી કહી શકશે કે, અમે પણ ભારતીય છીએ. કારણ કે, તેમને ભારતીય નાગરિકતા પત્ર મળી ગયાં છે

પાકિસ્તાન ત્રાસથી કંટાળી ભારત આવ્યા હતા
7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા શરણાર્થીઓ
નાગરિકતા મળતા ચહેરાઓ પર છલકાઈ ખુશી 

પાકિસ્તાનના ત્રાસથી કંટાળીને હજારો હિન્દુઓને ભારતમાં શરણ લેવી પડે છે.. ત્યારે આવા હિન્દુ લોકો પણ ખુદને ભારતીય કહી શકે તે માટે આપણી સરકાર તેમને સત્તાવાર રીતે ભારતની નાગરિકતા આપે છે.. ત્યારે અમદાવાદમાં વસતા આવા જ 24 હિન્દુ લોકો હવે ગર્વથી કહી શકશે કે, અમે પણ ભારતીય છીએ. કારણ કે, તેમને ભારતીય નાગરિકતા પત્ર મળી ગયાં છે.. ત્યારે કોણ છે આ લોકો અને કેવી રીતે મળ્યું તેમને ભારતીય નાગરકિત્વ  

 

પાકિસ્તામાં સહન કરેલા ત્રાસથી ત્રોબા પોકારી ભારતની વાટે આવેલા શરણાર્થીઓને આખરે ભારતીય નાગરિકતા મળી.  કારણ કે, તેમના હાથમાં આ માત્ર એક પત્ર નથી પરંતુ.. આજે ખુદને ભારતીય કહી શકે તેનો પુરાવો છે. અહીં જોવા મળતા આ લોકો 7 વર્ષ પહેલા પાકિસ્તાન છોડી અમદાવાદમાં સ્થાયી થયા હતા.. અને ત્યારથી જ તેઓ ભારતીય નાગરિકતા મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા.. જે પ્રયાસોને અંતે સફળતા મળી ગઈ છે.  કેદ્રની આઈ.બી. ટીમ દ્વારા યોગ્ય તપાસ અને ચકાસણી બાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે આ 24 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યું છે.   

અફઘાન,બાંગ્લાદેશીને પણ નાગરિકતા 

જોકે અત્યાર સુધીમાં આ માત્ર 24 લોકોને જ ભારતીય નાગરિકતા મળી હોય તેવું નથી.. રાજ્યમાં અમદાવાદ સિવાય, ગાંધીનગર અને કચ્]માં પણ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના લોકોને પણ ભારતીય નાગરકિત્વ મળ્યું છે. જો માત્ર અમદાવાદ જિલ્લાની જ વાત કરવામાં આવે તો. વર્ષ 2016 થી આજસુધીમાં 1151 શરણાર્થીઓની નાગરિકતા માટેની અરજીઓ કલેક્ટરને મળી છે.. જેમાંથી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં 924 લોકોને નાગરિકતા પત્ર મળ્યા છે.  જેમાં     2017માં 187 શરણાર્થીઓને,  2018માં 256 શરણાર્થીઓને, 2019માં 205 શરણાર્થીઓને, 2020માં 65 શરણાર્થીઓને અને 2021માં 211 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે..     અને હજૂ પણ આગામી દિવસોમાં અનેક શરણાર્થી હિંદૂ પરિવારોને ભારતીય નાગરિકતા મળી શકે છે.

મહત્વનું છે કે,  દેશભરમાં અમદાવાદ જિલ્લો શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં સૌથી મોખરે છે.. હાલમાં પણ 100થી વધુ અરજીઓની સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. અને તેમને પણ આગામી નવા વર્ષમાં ભારતનું નાગરિકત્વ મળી શકે છે.. જોકે અહીં જે 24 લોકોને નાગરિકતા મળી તેઓ હવે સત્તાવાર રીતે ભારત સરકારની દરેક યોજનાઓનો લાભ લઈ શકશે.. તેઓ કોઈપણને ગર્વથી કહી શકશે કે, અમે પણ ભારતી છીએ..       

અત્યાર સુધીમાં કેટલાને નાગરિકતા ?

2016 થી આજસુધીમાં 1151 શરણાર્થીઓએ નાગરિકતા માટે અરજી કરી   
અમદાવાદ જિલ્લામાં 924 લોકોને અત્યાર સુધીમાં નાગરિકતા પત્ર મળ્યા 
2017માં 187,  20118માં 256, 2019માં 205, 2020માં 65 અને 2021માં 211 શરણાર્થીઓને મળી નાગરિકતા   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ