બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: ખેડૂતો 'ચલો દિલ્હી' આંદોલનના રસ્તે, હજારો વાહનચાલકો હેરાન, ભારે માત્રામાં પોલીસ ફોર્સ તૈનાત

નેશનલ / Video: ખેડૂતો 'ચલો દિલ્હી' આંદોલનના રસ્તે, હજારો વાહનચાલકો હેરાન, ભારે માત્રામાં પોલીસ ફોર્સ તૈનાત

Last Updated: 01:12 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી તરફ જવા માટે મક્કમ ખેડૂતોએ નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ઘેરી લેતા ભારે ટ્રાફિક જામ થયો છે જેમાં અનેક લોકો જામમાં ફસાયા છે. સુરક્ષા માટે લગભગ 5000 સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Kisan March: સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં આજે (2 ડિસેમ્બર 2024) હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે. હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂતો નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની 5 મુખ્ય માંગણીઓ પર ભાર મૂકશે. ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી-એનસીઆરમાં બેરિકેડ લગાવવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિત સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

ખેડૂતોએ નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ઘેરી લીધો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. ખેડૂતોના હોબાળાને જોતા દિલ્હી સરહદની આસપાસ 5 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. નોઈડા પોલીસે કહ્યું હતું કે, 'ખેડૂતોને કોઈપણ કિંમતે દિલ્હી જવા દેવામાં આવશે નહીં.'

વધુ વાંચો : પેટ્રોલ-ડીઝલમાં રાહત! આજના દિવસના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ખેડૂતો ચાલતા તથા ટ્રેક્ટર પર દિલ્હી તરફ કૂચ કરશે

વિરોધ કરી રહેલા ખેડૂતો ભારતીય કિસાન પરિષદ (BKP) અને કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત અન્ય સંલગ્ન જૂથો સાથે સંકળાયેલા છે. BKP નેતા સુખબીર ખલીફાના નેતૃત્વમાં આ વિરોધ નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે બપોરે 12 વાગ્યે શરૂ થયો હતો અને ત્યાંથી ખેડૂતો ચાલતા તથા ટ્રેક્ટર પર દિલ્હી તરફ કૂચ કરશે.

સુરક્ષા માટે 5000 જવાનો તૈનાત

હાલ આ ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ જો તેઓ સંમત નહીં થાય તો તેમને આગળ જવા દેવામાં આવશે નહીં. સુરક્ષાના કારણોસર 5 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પીએસીના એક હજાર જવાનો તૈનાત છે. લોકો ટ્રાફિકમાં ફસાઈ ન જાય તેના માટે, વૈકલ્પિક માર્ગો સાથે ડાયવર્ઝન રૂટ અને એડવાઈઝરી રવિવારે જ જારી કરવામાં આવી હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kisan March farmer protest delhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ