ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
DC ડિઝાઇનના ફાઉન્ડર અને પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબડીયા ની મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેતરપિંડીના કેસમાં દિલીપ છાબડીયા ની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કલમ 420, 465, 467, 468, 471, 120 (બી) અને 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દિલીપ છાબડીયા ની કાર પણ કબજે કરવામાં આવી
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર દિલીપ છાબડીયા ની લક્ઝરી કાર પણ કબજે કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ હાલમાં તેમને મુંબઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ વરિષ્ઠ IPS અધિકારી દ્વારા કરવામાં આવી છે.
જોકે, મુંબઈ પોલીસ અધિકારીઓએ આ અંગે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કડક વાંધો પણ ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસ મંગળવારે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને વધુ માહિતી જાહેર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો