બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Explanation in the report regarding the collapse of the deck of Mumtpura Bridge,

અમદાવાદ / મુમતપુરા બ્રિજનો ડેક ધરાશાયી થવા મામલે રિપોર્ટમાં ખુલાસો, દુર્ઘટના પાછળના કારણો આવ્યા સામે, મટિરિયલ મોળું "

Kishor

Last Updated: 07:02 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મુમતપુરા બ્રિજનો ડેક ધરાશાઈ થવા મામલે તપાસ સમિતિના રિપોર્ટમાં બ્રિજની ગુણવત્તા અને બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. વધુમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની ભૂમિકા પણ દુર્ઘટના પાછળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

  • અમદાવાદના મુમતપુરા બ્રિજનો ડેક ધરાશાઈ થવાનો મામલો
  • બ્રિજ મામલે રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા 
  • બ્રિજનો એક ભાગ પડવા પાછળ ખરાબ ક્રોકિંટ હોવાનો ખુલાસો

અમદાવાદના મુમતપુરા બ્રિજનો ડેક ધરાશાયી થવા મામલે મોટા ખુલાસા થયા છે. બ્રિજનો ભાગ તૂટવા પાછળ ખરાબ કોંક્રિટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં બ્રિજની ગુણવત્તા નબળી અને બ્રિજ બનાવવામાં બેદરકારી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વધુમાં દુર્ઘટના પાછળ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની ભૂમિકા પણ જવાબદાર હોવાના ખુલાસા થયા છે.


મિક્સ કોંક્રિટ પ્લાન્ટના નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા નથી: રિપોર્ટ

રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી ઉચ્ચ સમિતિના રિપોર્ટમાં બહાર આવ્યું કે કોન્ટ્રાક્ટરે બ્રિજ બનાવવાના કામમા મલાઈ તારવી લેવા માટે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હતું. મિક્સ કોંક્રિટ પ્લાન્ટના નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા ન હોવાનું સામે આવ્યું છે. જેથી નમૂના ફેઈલ થયા છે. મહત્વનું છે કે 2019માં મુમતપુરા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.બાદમાં  2021માં બ્રિજ બનાવવાનું કામ કરાયું હતું. જેના થોડા જ સમયમાં મુમતપુરા બ્રિજનો એક સ્પાન ડિસેમ્બર 2021માં તૂટી પડ્યો હતો. રણજીત બિલ્ડકોને પહેલી ડેડલાઈનમાં કામ પૂર્ણ કર્યું ન હતુ. કામ પૂર્ણ ન થવા છતા AUDAએ કોઈ પગલા લીધા ન હતા. 


કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરાયાનો ઉલ્લેખ

કમિટીએ આપેલો રિપોર્ટ સરકારે ઓગસ્ટ 2022માં જાહેર કરવાનો હતો, પરંતુ સરકારે તે રિપોર્ટ જાહેર કર્યો નહોતો. પરંતુ આખરે આજે હવે રાજ્યસરકારની એ તપાસ સમિતીના રિપોર્ટના કેટલાક અંશો લીક થઈ ગયા છે. જેમાં કોંક્રિટના કારણે બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નિર્માણમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરાયો હતો, તપાસ દરમિયાન મિક્સ કોંક્રિટ પ્લાન્ટના નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા ન હતા, તો સ્પાનમાંથી લેવાયેલા રેતી, ઈંટ અને કોંક્રિટના નમૂના ફેલ સાબિત થયા હતા. એટલું જ નહીં નક્કી કરેલી લિમિટ કરતાં ઝીણી રેતીનો ઉપયોગ કરાયો હતો.

 કામ પૂર્ણ ન કર્યુ છતા AUDAએ કોઈ પગલા ન લીધા

આમ એક તરફ આ બ્રિજ ધરાશયી થવાના કારણે નાગરિકના ટેક્સના પૈસાનો વેડફાટ થયો છે તો બીજી તરફ રોજ લાખો નાગરિકો ટ્રાફિકજામની હાલાકીનો ભોગ બની રહ્યા છે.આપને એ પણ જણાવી દઈએ કે કમિટીએ પરીક્ષણનાં પરિણામોને ધ્યાને લઈને પીએમસી અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નિર્ધારિત કરવામાં આવે તેવું પણ રિપોર્ટમાં કહ્યું છે પરંતું તેમ છતાં ૨ વખત ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ ફરી રણજીત બિલ્ડકોનને જ આ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે. જેથી ઔડા રણજિત બિલ્ડકોન પર મહેરબાન બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે અને આ તરફ આ બ્રિજના ગોકળગતિએ ચાલતા કામથી અનેક નાગરિકો લાંબો ઘેરાવો ફરવા મજબૂર બન્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ