બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Excluding the dollar, the Indian rupee has beaten the world

અર્થવ્યવસ્થા / ડોલરને બાદ કરતાં ભારતીય રૂપિયાનો દુનિયામાં વગાડ્યો ડંકો, યુરો-પાઉન્ડે પણ ભર્યું પાણીચું

Priyakant

Last Updated: 04:34 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ભારતીય ચલણ હાલમાં દબાણ હેઠળ છે અને ડોલર સામે તેની ઐતિહાસિક નીચી સપાટીએ

  • વૈશ્વિક કેનવાસ પર રૂપિયો ફક્ત યુએસ ડોલર સામે નબળો પડ્યો
  • ડોલર સિવાય અન્ય ચલણ સામે ભારતીય રૂપિયો મજબૂત થયો 
  • યુરો-પાઉન્ડ પણ ભારતીય રૂપિયા સામે નબળા પડ્યા 

કોરોનાકાળ જેવા ગંભીર આર્થિક સંકટમાંથી બહાર આવીને ઝડપી વૃદ્ધિ હાંસલ કરવા તરફ આગળ વધી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાના માર્ગમાં યુએસ ડોલર સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. તમામ વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ભારતીય ચલણ હાલમાં દબાણ હેઠળ છે અને ડોલર સામે તેની ઐતિહાસિક નીચી સપાટીએ છે. પરંતુ જો આપણે આ સ્થિતિને ફક્ત વૈશ્વિક કેનવાસ પર જોઈએ તો રૂપિયો ફક્ત યુએસ ડોલર સામે નબળો પડ્યો છે. જ્યારે તેણે વર્ષ 2022માં વિશ્વની અન્ય મુખ્ય કરન્સીને પછાડી દીધી છે.

ડૉલરની સામે ભારતીય રૂપિયો 22 ઑક્ટોબર, 2022ના રોજ 82.52ના ભાવે ચાલી રહ્યો હતો. જો આપણે 2022ની શરૂઆતમાં જોઈએ તો જાન્યુઆરીમાં ડોલર સામે રૂપિયાનું વજન 73.81ના સ્તરે હતું. એટલે કે આ વર્ષે ભારતીય ચલણ પરનો બોજ અમેરિકી ડોલર સામે રૂ. 8.71 વધ્યો છે. જો આપણે ટકાવારી જોઈએ તો 10 ટકા પણ થોડી વધારે છે.  

કોમોડિટ એક્સપર્ટ અને કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે, ડૉલર હાલમાં તેની 22 વર્ષની ઊંચી સપાટીએ છે અને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ હાલમાં તેના વિકાસ દર વિશે ન તો વધુ ચિંતા કરે છે અને ન તો તે ફુગાવાને લઈને છે. તેનો સમગ્ર ભાર માત્ર ડોલરને મજબૂત રાખવા પર છે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, અત્યારે વિશ્વના કુલ વેપાર વ્યવહારોમાં ડોલરનો હિસ્સો 40 ટકા છે. આની ભારત પર મોટી અસર પડી રહી છે, કારણ કે આપણા તમામ આંતરરાષ્ટ્રીય વ્યવહારો યુએસ ડોલરમાં થાય છે. આવી સ્થિતિમાં ડોલરની મજબૂતીથી ભારતીના બિઝનેસ પર પણ અસર પડી રહી છે.

ઑસ્ટ્રેલિયન ડૉલર પણ જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય રૂપિયા સામે 53.74 ના સ્તરે હતો, જે 22 ઑક્ટોબર સુધીમાં નબળો પડીને 53.84 થઈ ગયો છે. જાપાનની કરન્સી યેન પણ જાન્યુઆરીમાં રૂપિયા સામે 0.64 હતી, જે 22 ઓક્ટોબરે ઘટીને 0.56 રૂપિયા પ્રતિ યેન થઈ ગઈ છે. ચીનની કરન્સી યુઆનનું મૂલ્ય પણ ભારતીય ચલણ સામે 22 ઓક્ટોબરે 11.42 પર વધી ગયું છે, જે જાન્યુઆરીની શરૂઆતમાં 11.7 હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ