બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ધુરંધર' ના તોફાન વચ્ચે થિયેટરમાં ધૂમ મચાવશે રણવીરની આ ફિલ્મ, આવી ગઇ તારીખ

બોલીવુડ / 'ધુરંધર' ના તોફાન વચ્ચે થિયેટરમાં ધૂમ મચાવશે રણવીરની આ ફિલ્મ, આવી ગઇ તારીખ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:01 PM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranveer Singh Film: રણવીર સિંહની ફિલ્મ 'Dhurandhar' હાલ સિનેમાઘરમાં ધૂમ મચાવી રહી છે. એ વચ્ચે આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી છે. આ વચ્ચે રણવીર સિંહની વધ એક ફિલ્મ મોટા પરદે રિલીઝ થવા જઈ રહી છે.

Ranveer Singh Film: 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ 'Dhurandhar' ની આંધી હજુ સુધી ઓછી થઈ નથી. ફિલ્મને રિલીઝ થયે લગભગ એક મહિના જેટલો સમય થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં ફિલ્મની કમાણી પણ 1000 કરોડના આંકડાને પાર થવામાં છે. વર્લ્ડ વાઈડ ફિલ્મનું કલેક્શન 1000 કરોડને પાર થઈ ગયું છે. આ વચ્ચે રણવીર સિંહની વધુ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જો કે મળતી માહિતી મુજબ આ ફિલ્મ રણવીર સિંહની ડેબ્યૂ ફિલ્મ "બેન્ડ બાજા બારાત" ફરી સિનેમાઘરમાં રિલીઝ થવાની છે અને આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની તારીખ સામે આવી છે.

ક્યારે રિલીઝ થશે રણવીરની ફિલ્મ?

એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મના ઓરીજનલ રિલીઝના 15 વર્ષ પછી મનીષ શર્માના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ જેમાં અનુષ્કા શર્મા અને રણવીર સિંહ લીડ રોલમાં હતા તે આગામી 16 જાન્યુઆરીના રોજ ફરી સિનેમાઘરમાં રિલીઝ થશે. આ નિનરે યશરાજ ફિલ્મસે PVR INOX સાથે મળીને લીધો છે.

આ ફિલ્મની રી-રિલીઝ અંગે વાત કરતાં મનીષ શર્માએ કહ્યું કે

" બેન્ડ, બાજા બારાત એક ખૂબ જ સિમ્પલ આઇડિયાથી બનેલી ફિલ્મ હતી. મેં એક મેગેઝીનમાં એક યુવા ઇંડિયન એન્તરપ્રિન્યોરના વિશે એક આર્ટીકલ વાંચ્યો હતો અને એની અમુક વાતો મારા મનમાં રહી ગઈ હતી. ઓછા રિસોર્સવાળા લોકો પણ બહાર નીકળી રહ્યા છે, રિસ્ક લઈ રહ્યા છે અને કશું પોતાનું કરવાની કોશિશ કરી રહ્યા છે, ભલે નાના પાયે. બસ એજ વાર્તાનું બીજ બન્યું અને છેલ્લે પ્રેમ, દોસ્તી અને મહત્વાકાંક્ષા વિશે એક ફિલ્મ બની ગઈ."

ડિરેક્ટરે વધુમાં કહ્યું કે

" આટલા વર્ષોમાં ફિલ્મે અલગ-અલગ પેઢીઓ, જગ્યાઓ અને લોકોની બદલાતી જિંદગીના અલગ-અલગ પળોની વચ્ચે દર્શકોની વચ્ચે પોતાની એક અલગ ઓળખાણ મળી છે. હું સાચેમાં એ જોવા માટે ઉત્સુક છું કે લોકો અમારી ફિલ્મને જે ખૂબ ડીલથી બનેલી છે તેને ફરી એકવાર મોટા પરદે પસંદ કરે છે કે નહીં."

શું હતી આ ફિલ્મની વાર્તા?

2010 માં રિલીઝ થયેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત બે યુવાન દિલ્હીના વેડિંગ પ્લાનર્સ- બિટ્ટુ અને શ્રુતિની વાર્તા હતી. જેમનો નાનો નિઝનેસ અને વધતાં જતાં એહસાસે તેમની જિંદગીને સંપૂર્ણ રીતે બદલી દીધી હતી. ખૂબ શોર-ચહલપહલ વાળી દિલ્હીના લગ્નોમાં સેટ, આ ફિલ્મમાં રોમાન્સ, હ્યુમર અને ભાગદોડે તેને એ રીતે મિક્સ કર્યું કે તે તરત જ ઓડિયન્સ સાથે જોડાઈ ગઈ. રણવીર સિંહ અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રી બધાને ખૂબ પસંદ આવી હતી . તે તેના સમયમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી રોમકોમ માંની એક બની ગઈ હતી.

આ પણ વાંચો: આ પ્રદેશમાં 'ધુરંધર' ને કરાઇ ટેક્સ ફ્રી, બની 2025ની હિટ ફિલ્મ, કહ્યું 'પર્યટનને વેગ મળશે'

Vtv App Promotion

આ વચ્ચે રણવીર સિંહની ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમમચાવી રહી છે. ફિલ્મએ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મનો બીજો પાર્ટ 19 માર્ચ 2026 ના રોજ રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar Ranveer Singh debut film Band Baaja Baarat re release

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ