બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / O' Romeo Teaser: ફિલ્મમાં શાહિદનો ખૂંખાર અવતાર, તો નાના પાટેકર...! હાર્ટબિટ્સ વધારી દેશે ટીઝર
Last Updated: 03:26 PM, 10 January 2026
O Romeo Teaser: બોલિવૂડ અભિનેતા શાહિદની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ઓ રોમિયોનું ટીઝર રીલીઝ થઈ ગયું છે. વિશાળ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ઓ રોમિયોનું 1 મિનિટ 35 સેકન્ડનું ટીઝર રીલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી, નાના પટેકર, તમન્ના ભાટિયા, વિક્રાંત મેસ્સી, અવિનાશ તિવારી અને ફરીદા જલાલ પણ છે.
ADVERTISEMENT
વાત કરીએ ફિલ્મના ટીઝરની તો શરૂઆત એક અવાજથી થાય છે, જ્યાં કોઈ છોટુ-છોટુ બોલે છે. ત્યારે શાહિદ કપૂર ગુસ્સામાં બહાર આવીને બોલે છે કે કોન ચિલ્લા રહા હૈ. આ પછી ટીઝરમાં દેખાય છે લડાઈ વાળા સીન. ટીઝરમાં નાના પટેકર, દિશા, વિક્રાંત, તમન્ના અને ફરીદા પણ જોવા મળે છે. પણ ટીઝરમાં અવિનાશ તિવારીના લૂકે બધાને ચોંકાવી દીધા. અવિનાશનું જબરદસ્ત બૉડી ટ્રાન્સફોર્મેશન જોઈને હવે દરેક આ ફિલ્મના ટ્રેલર અને ટીઝરની રાહ જોઈ રહ્યા છે. ટીઝરમાં ફરીદા જલાલનો એક ડાયલૉગ સાંભળવા મળે છે, જેની લોકો વાહવાહી કરી રહ્યા છે.
ADVERTISEMENT
ટીઝર પર અત્યાર સુધીમાં લોકોએ ઘણા સારા રિએક્શન આપ્યા છે. એકે લખ્યું - આમને ફરીદા જલાલ પાસેથી પણ ગાળ બોલાવડાવી દીધી. પીકચર તો જોવાવાળી હશે. એકે લખ્યું - શાહિદ કપૂરનું કમબેક થવાનું છે. ત્યારે અન્ય એકે લખ્યું કે સારું ટીઝર છે, કટ અને કાસ્ટ ઘણા સારા છે. આશા છે કે આનાથી શાહિદ કપૂરનું કમબેક થશે.
ADVERTISEMENT

આ પણ વાંચો: બેકલેસ ડ્રેસમાં ધુરંધરની સારાએ ફ્લોન્ટ કરી સેક્સી અદાઓ, તસવીરો જોઇ ફેન્સ બોલ્યા, 'Swarg se utri hui...'
ADVERTISEMENT
ઓ રોમિયો ફિલ્મની વાત કરી તો આ ફિલ્મને વિશાળ ભારદ્વાજે ડાયરેક્ટ કરી છે અને રોહન નરૂલા સાથે લખી છે. સાજિદ નડિયાદવાલાએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરીએ રીલીઝ થશે. જણાવી દઈએ કે વિશાળ ભારદ્વાજે અને શાહિદ કપૂરે સાથે કમીને, હૈદર, રંગૂન ફિલ્મમાં કામ કર્યું છે. જ્યારે તૃપ્તિની આ શાહિદ કપૂર અને વિશાળ ભારદ્વાજ સાથે પહેલી ફિલ્મ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.