બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / Election Commission gave important information voting was over

ઇલેક્શન2022 / મતદાન પૂર્ણ થતાં જ ચૂંટણી પંચે આપી મહત્વની માહિતી, કચેરી પર કુલ 104, c-VIGILએપમાં 221 ફરિયાદો મળી, જાણો સંપૂર્ણ વિગત

Mahadev Dave

Last Updated: 07:56 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

  • પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન
  • 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરાયા
  • c-VIGILથી 221 ફરિયાદો મળી

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ગુજરાત ચુંટણીનું પહેલા તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું છે. આજે 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 58.90  ટકા મતદાન નોંધાયું છે. આ અંગે મતદાનનો ફાઇનલ આંકડો આવતા 4 કલાક જેટલો સમય લાગી શકે છે. તો બીજી તરફ આ બેઠક પરના 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું છે. આ  મતદાન પ્રક્રિયામાં મોડલ કોડ ઓફ કંડક્ટની કૂલ 104 ફરિયાદ મળી હોવાનું ઇલેકશન કમિશન દ્વારા સત્તાવાર રીતે જાહેર થયુ છે.  

પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે.જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. 

 ડેડીયાપાડા મતવિસ્તારમાં મતદાન બહિષ્કાર 
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે.

238 વીવીપેટ બદલવામા આવ્યા હતા
19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430   VVPAT   કાર્યરત હતા. આજે મતદાન દરમ્યાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આજે દિવસ દરમ્યાન માત્ર 0.34 ટકા બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.   0.32 ટકા કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.94 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. EVM અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. 

ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી
આજે મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 5, ટોળા અને હિંસા અંગેની 2, આદર્શ આચરસંહિતા ભંગની 2 તથા અન્ય 7 એલર્ટ્સ હતી. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે EVM અંગેની  6 ફરિયાદો, બોગસ વોટીંગની  2, કાયદો અને વ્યવસ્થા અંગેની 30, આદર્શ આચરસંહિતા ભંગની 36 તથા અન્ય 30 ફરિયાદો મળી કુલ 104 ફરિયાદો મળી હતી. અન્ય પ્રકારની ફરિયાદોમાં ધીમું મતદાન, બોગસ વોટીંગ અને પાવર કટ અંગેની ફરિયાદો મળી હતી. c-VIGILથી 221 ફરિયાદો મળી હતી.   

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 ઇલેકશન કમિશન ગુજરાત ચુંટણી શાંતિપૂર્ણ મતદાન Gujarat Elections 2022
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ