બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Eid-al-Fitr 2024 : Shawwal crescent moon not spotted ; Eid on April 11

તહેવાર / આજે ન દેખાયો ચાંદ, 11 એપ્રિલે મનાવાશે ઈદ, શાહી ઈમામે કર્યું એલાન

Hiralal

Last Updated: 08:41 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આજે ચંદ્ર ન દેખાતાં હવે 11 એપ્રિલે ઈદનો તહેવાર ઉજવાશે.

2024ની રમઝાન ઈદ હવે સમગ્ર દેશભરમાં 11 એપ્રિલે ઉજવવામાં આવશે કારણ કે મંગળવારે ઈદનો ચાંદ દેખાયો નહોતો. લખનૌમાં મંગળવારે (9 એપ્રિલ) ઈદનો ચાંદ જોવા મળ્યો ન હતો, ત્યારબાદ મરકજી ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે આજે ઈદનો ચાંદ જોવા મળ્યો નથી. મુસ્લિમ ધર્મગુરુ ઈદગાહ ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ જાહેરાત કરી હતી કે આજે ચાંદ ન દેખાતાં ઈદ હવે 11 એપ્રિલે મનાવવામાં આવશે. 

વધુ વાંચો : કોઇ સાઇડ ઇફેક્ટ્સ વિના જ આ 5 બીમારીઓને ઠીક કરી શકે છે હોમિયોપેથીક દવા, બસ આટલું ધ્યાન રાખજો

દિલ્હીની જામા મસ્જિદમાં 11 એપ્રિલે સવારે 6.30 કલાકે ઈદની નમાજ 
ઇસ્લામિક કેલેન્ડરની 10મી શવ્વાલની પહેલી તારીખે અને રમઝાનના છેલ્લા દિવસે ચંદ્ર દેખાયા પછી જ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે. ઇદની ચોક્કસ તારીખ ચાંદના દર્શન બાદ જાહેર કરવામાં આવે છે, પરંતુ આજે આકાશમાં ચાંદ દેખાતો ન હતો. દિલ્હીની જામા મસ્જિદમાં 11 એપ્રિલે સવારે 6.30 કલાકે ઈદની નમાજ અદા કરવામાં આવશે.

ગઈ કાલે થયું હતું સૂર્યગ્રહણ
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે 4 મિનિટ સુધી સૂર્યગ્રહણ થયું હતું જેમા ચંદ્રમાએ સૂર્યને ઢાંકી દીધો હતો જેને કારણે અમેરિકા સહિતના બીજા કેટલાક દેશોમાં થોડી મિનિટો સુધી અંધારુ છવાયું હતું. સૂર્યને ઢાંક્યાના બીજા જ દિવસે ચંદ્ર ગાયબ થઈ ગયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ