બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / e challan payment process challan status check traffic rules

E-challan / તમારા બાઈક-કારનો મેમો બાકી છે? ના ખબર હોય તો અહીં ચેક કરીલો, નહીં તો વાહન થશે ડિટેઇન

Premal

Last Updated: 07:18 PM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસ્તા પર બાઈક અથવા કાર ચલાવતી વખતે ટ્રાફિક નિયમનો ભંગ થતાં તમારા વાહનનું ચલન કપાઈ શકે છે. ઘણી વખત તમને તેની જાણકારી મળી જાય તો ઘણી વખત ઈ-ચલન નિકળ્યાં બાદ જાણકારી મળતી નથી.

  • તમારા વાહનનુ ચલન કપાયુ છે કે નહીં? આ રીતે જાણો
  • ઘરે બેઠા કેવીરીતે ઈ-ચલન ભરશો?
  • જો ચલન નહીં ભરો તો થશે આ કાર્યવાહી 

આ રીતે તમારું E-Challan સ્ટેટસ જાણી શકો છો

આજે અમે તમને જણાવીશું કે તમે કેવીરીતે જાણકારી મેળવી શકશો કે તમારા વાહનનુ ચલન કપાયુ છે કે નહીં? તમે ઘર બેઠા તમારું ઈ-ચલન કેવીરીતે ભરી શકો છો? જો ઈ-ચલન ના ભર્યુ તો શું થશે? અવાર-નવાર ચલન કપાયાની સુચના તમને બાઈક રજીસ્ટ્રેશનની સાથે રજીસ્ટર્ડ નંબર પર એસએમએસ પરથી મળી જાય છે. ઘણી વખત નંબર બદલવા, નંબર બંધ થવો અથવા ટેકનિકલ કારણોસર આ મેસેજ આવતો નથી. એવામાં તમે અમુક સરળ સ્ટેપ્સને ફોલો કરી E-Challan સ્ટેટસ જાણી શકો છો. 

ચલન કપાયુ છે કે નહીં તેની માહિતી કેવીરીતે મેળવશો?

સૌથી પહેલા તમારે echallan.parivahan.gov.in વેબસાઈટ પર જવુ પડશે. હવે વેબસાઈટ પર રહેલ ચેક ચલન સ્ટેટ્સના ઑપ્શન પર ક્લિક કરો. તમને સ્ક્રીન પર ચલન નંબર, વાહન નંબર અને ડ્રાઈવિંગ લાઈસન્સ નંબરના ઑપ્શન જોવા મળશે. અહીં તમારે વાહન નંબરવાળા ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. હવે તમારે અહીં તમારા વાહનનો રજીસ્ટ્રેશન નંબર નોંધાવવો પડશે. ત્યારબાદ તમારે કેપ્ચા કોડ ભરવો પડશે. ‘Get Detail’ના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. પછી તમને ખબર પડશે કે તમારું ચલન કપાયુ છે કે નહીં. 

ઘરે બેઠા આ રીતે ભરી શકો છો ચલન

ઈ-ચલન ભરવાના બે વિકલ્પ છે. તમે ટ્રાફિક પોલીસની ઓફિસ જઇને પણ ઈ-ચલન ભરી શકો છો અથવા પછી તમે ઑનલાઈન પણ ઈ-ચલન ભરી શકો છો. જો રેડ લાઈટ, વધુ સ્પીડથી ગાડી ચલાવવી, હેલ્મેટ ના પહેરવો અને ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવાના કારણોને લીધે તમારુ ઈ-ચલન કપાઇ ગયુ છે તો તમે તેને સરળતાથી ઑનલાઈન ભરી દો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bike Driving Licence E-Challan Traffic rules car E-challan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ