બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં શરદી-ઉધરસથી બચવા પીઓ આ સ્પેશિયલ ચા, મળશે અનેક સમસ્યાથી રાહત
Last Updated: 12:34 PM, 9 November 2024
શિયાળામાં શરદી-ઉધરસ એક સામાન્ય સમસ્યા છે જેના કારણે માથાંમાં દુ:ખાવો થાય છે અને થાક લાગે છે. આ સમયે લોકો ફ્રેશ થવા માટે ચા પીવાનું પસંદ કરતાં હોય છે. આમ પણ એવું કહેવાય છે કે આપણા દેશમાં ચા માત્ર પીણું નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.
ADVERTISEMENT
હવે આ બદલાતી સિઝનમાં શરદી, વાયરલ ઇન્ફેક્શન, સિઝનલ એલર્જી વગેરે જેવી સમસ્યાઓ ખૂબ જોવા મળે છે. જો કે તમે કેટલીક ખાસ હર્બલ ટી નિયમિતપણે પીશો તો આવી સમસ્યા તમારા શરીરથી દૂર રહે છે.
ADVERTISEMENT
પહેલી છે આદુની ચા
આદુમાં બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી અને ઉધરસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. આદુની ચા બનાવવા માટે, એક કપ પાણીમાં આદુનો એક ટુકડો ઉમેરો અને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેમાં ગોળ અથવા મધ અને ચાની પત્તી નાંખો અને દૂધ ઉમેરો, થોડીવાર માટે તેને ઉકાળો અને ગાળીને પી લો.
બીજી છે ગ્રીન ટી
ગ્રીન ટી પીવાથી અનેક ફાયદા મળે છે. આ ચાની હાઈ એન્ટીઓક્સીડેંટ સામગ્રી આપણી રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. બદલાતી ઋતુમાં ઈમ્યૂનિટી વધારીને અનેક પ્રકારનાં સંક્રમણથી પોતાના શરીરને બચાવી શકાય છે. ગ્રીન ટી આપણા શરીરથી ટોક્સિક એલીમેન્ટ્સને બહાર કાઢે છે. એટલું જ નહીં તે વેઈટ લૉસ માટે પણ મદદરૂપ છે.
ત્રીજી છે તુલસી ચા
તુલસીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. તુલસીનાં પાનવાળી ચા પીવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશનની સાથે-સાથે માથાનો દુ:ખાવો, ઉધરસ, શરદી વગેરેથી રાહત મળી શકે છે. તુલસીની ચા પીવાથી ઈમ્યૂનિટી, પાચન અને સ્કિનને લાભ મળે છે.
ચોથી છે ફુદીનાની ચા
મોસમી એલર્જી સામે લડવામાં અને ચેપથી રાહત અપાવવામાં આ ચા સાથે કોઈ મેળ નથી. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરદી, ઉધરસ અને ગળામાં ખરાશ માટે આ રામબાણ ઈલાજ છે. આને પીવાથી બંધ નાક ખોલવામાં પણ મદદ મળે છે.
છેલ્લી છે લવિંગ અને મરી ચા
આ ચા છાતીમાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં રામબાણથી ઓછી નથી. તે ઉધરસ મટાડવામાં પણ મદદ કરે છે અને ગંભીર ઉધરસની સ્થિતિમાં તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.