બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Double good news for the Modi government, a big drop in retail and wholesale inflation in October

ઈકોનોમી / મોદી સરકાર માટે ડબલ ખુશખબર, ઓક્ટોબરમાં છૂટક અને જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઘટાડો

Hiralal

Last Updated: 06:15 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના મોરચે મોદી સરકારને મોટી રાહત મળી છે કારણ કે ઓક્ટોબર 2022માં છૂટક અને જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડો નોંધાયો છે.

  • મોંઘવારીના મોરચે મોદી સરકારને રાહત
  • ઓક્ટોબરમાં બન્ને મોંઘવારીમાં થયો ઘટાડો
  • છૂટક મોંઘવારી ઘટીને થઈ 6.77 ટકા
  • જથ્થાબંધ મોંઘવારી ઘટીને થઈ 8.39 ટકા 

મોંઘવારીના મોરચે ઓક્ટોબર મહિનો સારો રહ્યો છે કારણ કે બન્ને મોંઘવારી આ મહિનામાં ઘટી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છૂટક મોંઘવારી સપ્ટેમ્બર 2022માં 7.41% હતી જે ઓક્ટોબરમાં ઘટીને 6.77 % થઈ હતી. 

ખાદ્ય ચીજોના ઓછા ભાવને કારણે છૂટક મોંઘવારી ઘટી 
છૂટક મોંઘવારીમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજોના નીચા ભાવને કારણે થયો હતો.આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ઓક્ટોબર 2022 માટે સ્થાનિક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવાના આંકડા સોમવારે 14 નવેમ્બર, 2022ના રોજ જાહેર કર્યા હતા.

જથ્થાબંધ મોંઘવારીમાં પણ ઘટાડો 

હોલસેલ મોંઘવારી (WPI)માં ઓક્ટોબર મહિનામાં ઘટાડો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર, જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 8.39 ટકા થયો હતો, જે સપ્ટેમ્બરમાં 10.70 ટકા હતો. લાંબા સમય બાદ જથ્થાબંધ મોંઘવારી ડબલમાંથી સિંગલ ડિજિટમાં આવી છે. સરકારી આંકડા મુજબ માર્ચ 2021 બાદ પ્રથમ વખત જથ્થાબંધ મોંઘવારી બે આંકડાથી નીચે આવી ગઈ છે. સતત 18 મહિના સુધી જથ્થાબંધ મોંઘવારી બે આંકડામાં જોવા મળી હતી. મશીનરી અને સાધનો, કાપડ, મૂળભૂત ધાતુ અને ખનિજ તેલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટ્યો છે. 

મોદી સરકાર માટે રાહત
છૂટક અને જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઘટાડો આવતા મોદી સરકારને પણ રાહત મળી છે અને ઈકોનોમી ટ્રેક પર આવી રહી છે. જોકે આંકડા તો બદલાયા કરે છે. આવતા મહિને પાછો વધારો કે ઘટાડો આવી શકે છે. છૂટક અને જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં દર મહિને વધારો કે ઘટાડો થતો રહે છે. 

ઓક્ટોબરમાં કેટલી ઘટી મોંઘવારી

  • છૂટક મોંઘવારી સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતી જે ઓકટોબર 2022માં ઘટીને 6.77 % થઈ
  • જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં 10.70 ટકા હતી જે ઓક્ટોબર 2022માં ઘટીને  8.39 ટકા % થઈ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ