બ્રેકિંગ ન્યુઝ
ભગવાનના પ્રસાદને ગ્રહણ કરવા અથવા વિતરણ કરવામાં કોઇ જાતિ બાધ હોતો નથી. પ્રભુ પ્રસાદ ક્યારેય વાસી કે અશુધ્ધ હોતો નથી. કોઇના અડવાથી તે અપવિત્ર થતો નથી. ભગવાનનો પ્રસાદ દરેક પરિસ્થિતિમાં ગંગાજળ સમાન શુધ્ધ માનવામાં આવ્યો છે.
ADVERTISEMENT

વર્તમાન સમયમાં આપણા આરાધ્ય સ્થળ પણ વ્યાપારિક ગતિવિધિઓનુ કેન્દ્ર બની રહ્યા છે. આજે ઘણા તીર્થસ્થાનો અને આરાધ્યસ્થળો પર શાસ્ત્ર વિરુધ્ધની ઘટનાઓ બને છે. અહીં પ્રભુને ચડાવાયેલો ભોગ કે પ્રસાદ પૈસા લઇને વેચાય અને ખરીદાય છે. પ્રસાદ ખરીદીને લોકો પોતાને ધન્ય સમજે છે. શાસ્ત્રોમાં ભગવાનને ભોગ ચડાવાયેલો પ્રસાદ ખરીદવો અને વેચવો નિષેધ માનવામાં આવે છે.
ADVERTISEMENT

સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ ભગવાનને અર્પિત ભોગ અને જે ભોગ દરમિયાન પ્રસાદના રુપમાં પરિવર્તિત થઇ ચુક્યો છે તેને ખરીદે કે વેચે છે બંને નરકના અધિકારી બને છે. ભગવાનને ધરાવવામાં આવતો પ્રસાદ ભગવાનને ધરાવવા માટે તો ખરીદવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેને વેચી ન શકાય અને ખરીદી ન શકાય. આમ તો જાતે બનાવેલો ભોગ જ ભગવાનને અર્પણ કરવો જોઇએ. શ્રધ્ધાળુઓએ પણ આવુ કાર્ય કરવાથી બચવુ જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.