બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Does the vaccine protect against corona as well as black fungus? Learn what doctors say

મ્યુકરમાઇકોસિસ / શું કોરોનાની સાથે સાથે બ્લેક ફંગસથી પણ બચાવે છે વેક્સિન? જાણો શું કહે છે ડોક્ટર્સ

ParthB

Last Updated: 02:14 PM, 14 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુકરમાઇકોસિસનાં વધતાં કેસો વચ્ચે બિહારનાં ડોકટરોએ આપી આ વિશે જાણકારી

  • ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસ રોગથી થયું પહેલું મોત   
  • આંખોના રોગના નિષ્ણાત ડૉક્ટર રાજવર્ધન આઝાદનું નિવેદન 
  • ભારતમાં આ રોગનું પ્રમાણ ઘણું ઓછું

ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસ રોગથી થયું પહેલું મોત
કોરોનાની સાથે સાથે હવે ખતરનાક બીમારી મ્યુકરમાઇકોસિસ પણ હવે દેશમાં લોકોને પોતાનો ભાગ બનાવી રહી છે. ગુજરાતમાં પણ એક વ્યક્તિનું મોત આ બીમારીનાં કારણે થઈ ચૂક્યું છે અને રાજકોટ તથા અમદાવાદની હોસ્પિટલમાં બીજા ઘણા દર્દીઓ આ બીમારીની સારવાર લઈ રહ્યા છે. પણ બિહારના ડોક્ટરોએ આ બીમારી પર એક સારા સમાચાર આપ્યા છે. બિહારના પટનામાં એઇમ્સમાં ચાર દર્દીને મ્યુકરમાઇકોસિસ થયો હતો. આ કેસોમાં દર્દીને કોરોનાથી કઈ રીતે બચાવવો તે પણ તેમના માટે મુસીબત હતી. પણ કોરોનાની વેક્સિન મ્યુકરમાઇકોસિસ સામે રક્ષણ આપે છે તે વાતમહદ અંશે સાબિત થઈ છે. 

આંખોના રોગના નિષ્ણાત ડૉક્ટર રાજવર્ધન આઝાદનું નિવેદન 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડેવલપમેન્ટ ગ્રુપનાં એક્સપર્ટ અને આંખોના રોગના નિષ્ણાત ડૉક્ટર રાજવર્ધન આઝાદનું કહેવું છે કે વેક્સિન કોરોના સામે એકદમ ઢાલની જેમ કામ કરે છે, સાથે સાથે મ્યુકરમાઇકોસિસ સામે પણ રક્ષણ આપે છે. ટૂંકમાં કોરોના માટેની બધી વેક્સિન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વધુમાં તેમણે એક દાવો પણ કર્યો હતો કે ભારતમાં મ્યુકરમાઇકોસિસનાં કેસ ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કોરોના જ શરીરમાં આ રોગને પ્રવેશ કરવા દે છે. જેમ જેમ રોગપ્રતિકારક શક્તિ ઘટે છે તેમ તેમ તે મ્યુકરમાઇકોસિસને સ્થાન આપે છે. 

ભારતમાં આ રોગનું પ્રમાણ ઘણું ઓછું
ડૉકટર આઝાદે કહ્યું કે કોરોનાની સારવાર દરમ્યાન જો તમે લાંબા સમય સુધી ICU કે વેન્ટિલેટર પર રહો છો અને તમારી ઇમ્યુનિટી ઘણી ઓછી છે તો તમારે, પરિવારે અને ડોકટરોએ તેવા દર્દીનું ધ્યાન ખાસ રાખવું જોઈએ, અને તે દર્દીના શરીરમાં થતાં ફેરફારો પર નજર પણ રાખવી જોઈએ. સાથે જ બીજા ડૉક્ટર વિનાયક સિંહનાં જણાવ્યા મુજબ કોરોનાનાં ઈલાજ દરમ્યાન સ્ટેરોઇડનો ઉપયોગ થાય છે. જેથી લોહીમાં શુગર લેવલ વધી જાય છે અને ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ