મંદિર જવું અને પ્રાર્થના કરવી જીવનમાં સકારાત્મકતા લાગે છે. માટે કરોડો લોકો આ દિવસે મંદિર જઈને ભગવાનની પૂજા પ્રાર્થના કરે છે. પરંતુ મંદિર જતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
જીવનમાં સકારાત્મકતા લાવે છે પૂજા અને પ્રાર્થના
મંદિર જઈ ભગવાનની પૂજા કરતા પહેલા કરો આ કામ
નહીં તો પૂજા અને પ્રાર્થનાનું નહીં મળે ફળ
હિંદૂ ધર્મમાં મંદિર જવા અને ભજન-પૂજન કરવાની પરંપરા છે. આવું કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે. પરંતુ ઘણી વખત લોકોને રોજ મંદિર જવા અને ખૂબ પૂજા-પ્રાર્થના કર્યા બાદ પણ ફળ નથી મળતુ.
તેના પાછળનું કારણ છે મંદિર જવાના અમુક નિયમ, જેનું પાલન કરવું જરૂરી છે. ત્યારે જ દેવી-દેવતાઓની કૃપા થાય છે. આવો જાણીએ મંદિર જતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
મંદિર જતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
મંદિરમાં માન પહેલા પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યાંરે જ ત્યાની સકારાત્મક ઉર્જા તમે લઈ શકશો. તેના માટે શરીર અને કપડાને સાફ-સુથરા રાખવાની સાથે મનનું સાફ હોવું પણ જરૂરી છે. એટલે અહંકાર, ખરાબ વિચાર ત્યાગ કરીને જ મંદિરમાં પ્રવેશ કરો.
સીડીઓને સ્પર્શ કરી પ્રણામ કરી પોતાને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાની ભાવના છે. જ્યારે તમે ભગવાનની શરણમાં જાઓ તો તમારી દરેક પ્રાર્થના સાંભળવામાં આવશે અને મનોકામના પુરી થશે.
ભગવાનને કરો ધન્યવાદ
ભગવાનને સૌથી પહેલા ધન્યવાદ કરો. તમારા જીવનમાં જે પણ કંઈ છે તેના પ્રતિ આભાર વ્યક્ત કરો. ત્યાર બાદ તમે જે ઈચ્છો છો તેને મેળવવા માટે ઈશ્વરને પ્રાર્થના કરો. જીવનમાં બધુ મેળવવા માટે સૌથી વધારે જરૂરી છે એ વસ્તુઓ માટે સતત આભાર વ્યક્ત કરવો. જે તમારા જીવનમાં પહેલાથી હાજર છે. પથી તે ઘર-ગાડી, નોકરી-વ્યવસાય, સ્વાસ્થય હોય કે પરિવાર અથવા સંબંધ હોય.