બ્રેકિંગ ન્યુઝ
VTV / do not use black film for your vehicles as it is considered a crime
Last Updated: 02:36 PM, 27 May 2022
ADVERTISEMENT
ગરમીના પ્રકોપથી બચવા કાળી ફીલમનો વેપલો ફુલ્યો ફાલ્યો છે
રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે વાહન ચાલકો ગરમીથી બચવા માટે કાળી ફિલમનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, કાળી ફીલમનો વેપલો અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે પરંતુ સરકારના નિયમ પ્રમાણે કોઈપણ પ્રકારની કાળી ફીલમનો ઉપયોગ કરવો તે ગુનો બને છે.
રાજ્યમાં ગરમીનું વ્યાપક પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેનાથી બચવા માટે કાર ચાલકો કાળી ફીલમ કે પછી કારમાં પડદા લગાડીને ગરમીના પ્રકોપથી બચવાના પ્રયાસો કરતા હોય છે પરંતુ આ કાળી ફીલમ કારના કાચ પર લગાડવી ખરેખર ગુનો બને છે. થોડા વર્ષો પહેલા દિલ્હીમાં બનેલ ચકચારી નિર્ભયાકાંડને પગલે દેશની વડી અદાલત દ્વારા આ કડક આદેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ફીલમનો ઉપયોગ - દંડનીય અપરાધ
સુપ્રીમ કોર્ટે નિર્ણય આપેલ છે કે કોઇપણ વ્યક્તિ પોતાના વાહન પર કોઈપણ જાતની ફીલમ લગાવી શકતા નહીં. જુના નિયમ પ્રમાણે આગળ ફ્રંટ અને રેર ગ્લાસમાં 70% વિઝ્યુલેશન હોવું જરૂરી હતું. ત્યાર બાદ નિર્ભયા કેસ બાદ કોઈપણ કાર કે વાહનમાં કોઈપણ જાતની ફીલમ ન લગાવવાનો નિયમ બન્યો છે. માત્ર ગ્લાસનાં મેન્યુફેક્ચર સ્ટાન્ડર્ડની વિઝ્યુલેશન 70% ફ્રંટ અને સાઈડમાં 50% માન્ય રહેશે, પરંતુ તે સિવાય તમે કંઈપણ અપ્લાય કરી શકશો નહીં.
એટલા માટે RTO અપૃવ્ડનાં નામે જે કોઇપણ ફીલમ લગાવી આપે છે, તે ગેરકાયદેસર છે. આમ કરવાથી દંડ પણ ભરવો પડી શકે છે.
કોઈના કહ્યામાં આવી ન જશો
કોઈપણ કારના સ્પેરપાર્ટ્સનું વેચાણ કરતી વ્યક્તિ જો તમને ફીલમ માન્ય હોવાનું જણાવે તો વાહનચાલકે તેની આ વાત માની ન લેવી જોઈએ. કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગાડીમાં કોઈપણ પ્રકારની ફીલમ લગાડવી એ દંડનીય અપરાધ છે. તો કાર ઉત્પાદન કરતી કંપનીઓને જ એવા આદેશ આપવામાં આવ્યા છે કે, ગાડીના કાચનું ઉત્પાદન પણ એવી રીતે કરે જેથી ફીલમ લગાડવાની જરૂર ન રહે અને ગરમીમાં રાહત મળી રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.