બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / DMRC flying squad cops will do patrolling ion delhi metro coaches

એક્શન / મેટ્રોમાં અશ્લીલતા ફેલાવનારની હવે ખેર નહીં, ફ્લાઇંગ સ્ક્વૉડે તૈયાર કર્યો એક્શન પ્લાન

Vaidehi

Last Updated: 05:27 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિકની ગર્લ જેવા અનેક અશ્લિલતાનાં બનાવો બાદ દિલ્હી મેટ્રોમાં હવે DMRCએ પેટ્રોલિંગ કરવા માટે ફ્લાઈંગ સ્કવૉડ તૈનાત કરવાનો મોટો નિર્ણય લીધો છે.

  • મેટ્રોમાં ચાલતી અશ્લિલ પ્રવૃતિને રોકવા DMRCએ લીધો નિર્ણય
  • પેટ્રોલિંગ કરવા માટે ફ્લાઈંગ સ્ક્વૉડ તૈનાત
  • સ્કવૉડમાં પોલીસ અને CISFનાં સૈનિકો થશે શામેલ

એપ્રિલમાં દિલ્હી મેટ્રોમાં બિકની ગર્લનો વીડિયો ઘણો વાયરલ થયો હતો જેના બાદ લોકોએ ઘણી નારાજગી વ્યક્ત કરી હતી. તેના બાદથી જ દિલ્હી મેટ્રો રેલ્વે કોર્પોરેશન એટલે કે DMRC પાસે મેટ્રોમાં અશ્લિલતા રોકવાનાં નિયમો બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હવે મેટ્રો કોચમાં પેટ્રોલિંગ કરવા માટે ફ્લાઈંગ સ્કવૉડ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ સ્કવૉડમાં પોલીસ અને CISFનાં સૈનિકોને શામેલ કરવામાં આવશે. પેટ્રોલિંગ કરનારા સૈનિકો સિવિલ ડ્રેસમાં પણ હોઈ શકે છે. તેઓ લોકો પર નજર રાખવા માટે મેટ્રોમાં યાત્રા કરશે.

મેટ્રોનાં જૂનાં ડબ્બાઓમાં પણ લાગશે CCTV
મળેલ માહિતી અનુસાર DMRC કોચની અંગર લાગેલા CCTV કેમેરાનો ઉપયોગ અશ્લીલતા રોકવા માટે કરશે. મેટ્રોની રેડ લાઈન પર કેટલાક જૂનાં ડબ્બાઓમાં કેમેરા લાગેલા નથી પરંતુ હવેથી એ ડબ્બાઓમાં પણ કેમેરા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. DMRCએ કહ્યું કે યાત્રાને સુરક્ષિત બનાવવા માટે ફ્લાઈંગ સ્ક્વૉડ એક્ટિવ મોડ પર કામ કરશે.

હેલ્પલાઈન નંબરની સુવિધા પણ કરી શરૂ
DMRCએ હેલ્પલાઈન નંબર 155370 જાહેર કર્યો હતો. કોઈ પણ પ્રકારનાં આપત્તિજનક વ્યવહારની રિપોર્ટ કરવા માટે આ નંબર પર કૉલ કરી શકાશે. DMRC અનુસાર ફ્લાઈંગ સ્કવૉડનો ઉપયોગ પહેલાં મહિલા કોચમાં પુરુષોની એન્ટ્રી ન થઈ શકે તે માટે કરવામાં આવતો હતો હવે આ સ્ક્વૉડ આપત્તિજનક વ્યવહારો પર પણ નજર રાખશે. DMRCની કુલ 5 ફ્લાઈંગ સ્ક્વૉડ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ