બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ધુરંધર 2માં PM મોદીનું ભાષણ? ક્લિપ જોતા જ થિયેટરમાં તાળીઓનો ગડગડાટ

મનોરંજન / ધુરંધર 2માં PM મોદીનું ભાષણ? ક્લિપ જોતા જ થિયેટરમાં તાળીઓનો ગડગડાટ

Bijal Vyas

Last Updated: 11:54 AM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"ધુરંધરઃ ધ રિવેંજ"એ આજે સિનેમાઘરોમાં આવી ગઇ છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મને ક્રિટિક્સ જ નહીં, પરંતુ દર્શકોએ પણ સારા રિવ્યૂ આપ્યા છે. તેવામાં આ ફિલ્મ રિલીઝ થવાની સાથે ઘણા સીનને લઇને લોકોના રિએક્શન સામે આવી રહ્યા છે.

આદિત્ય ધરની ફિલ્મ "ધુરંધરઃ ધ રિવેંજ" ના રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ પહેલા પાર્ટ એટલે કે "ધુરંધર"ની સફળતા અને તેના કલેક્શનને જોતા તેના બીજા પાર્ટથી ફેન્સને ઘણી આશા છે. તેવામાં "ધુરંધરઃ ધ રિવેંજ"એ આજે સિનેમાઘરોમાં આવી ગઇ છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મને ક્રિટિક્સ જ નહીં, પરંતુ દર્શકોએ પણ સારા રિવ્યૂ આપ્યા છે. તેવામાં આ ફિલ્મ રિલીઝ થવાની સાથે ઘણા સીનને લઇને લોકોના રિએક્શન સામે આવી રહ્યા છે. "ધુરંધરઃ ધ રિવેંજ"માં એક વખત ફરીથી પીએમ નરેન્દ્ર મોદી આ વખતે 2016એ પોતાના નોટબંધી વાળા ભાષણ દ્વારા નજર આવ્યા છે. તેવામાં હવે સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

ફિલ્મમાં જોવા મળી નોટબંધી

"ધુરંધરઃ ધ રિવેંજ"માં એક વાર ફરીથી રણવીર સિંહે પોતાની દમદાર એક્ટિંગને લઇ વાહવાહી લૂટીં છે. આ ઉપરાંત ફિલ્મમા બાકીના કલાકાર અર્જુન રામપાલ, રાકેશ બેદી જેવા એક્ટર પણ દમદાર કિરદારમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની કહાની જેમ જેમ આગળ વધી છે તેમ દર્શકોની એક્સાઇટમેન્ટ પણ તેની સાથે વધતુ જોવા મળી રહ્યુ છે. ત્યાં ફિલ્મમાં નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં નોટબંધી વાળા ભાષણ પર ખૂબ તાળીઓ વાગી છે. દર્શકોએ આ સીનને ખૂબ જ પસંદ કર્યો છે. ત્યાં નેટિજન્સ આની રિએક્ટ આપતા જોવા મળી રહ્યા છે.

રણવીર કરતા મોદીજી માટે વાગી તાળીઓ

સિનેમાઘરોમાં પીએમ મોદી માટે તાળીઓ વાગતા યૂઝરએ ટ્વિટ કર્યુ, યાર લોકો ધુરંધરમાં રણવીરથી વધારે મોદી માટે તાળીઓ વગાડી રહ્યા છે.

મોદીજીનો કેમિયો

બીજા ફેન્સે લખ્યું કે, મોદીજીએ "ધુરંધરઃ ધ રિવેંજ" માં એક કેમિયો કર્યો. તમે એના માટે તૈયાર નથી.

આ પણ વાંચોઃ પહેલે દિવસ 200 કરોડ છાપશે ધુરંધર 2, એડવાન્સ બુકિંગમાં ભયંકર તોફાન

આદિત્યની ફેન્સને ખાસ અપીલ

"ધુરંધરઃ ધ રિવેંજ" રિલીઝ થતા પહેલા, ફિલ્મ ડાયરેક્ટર આધિત્ય ધરે સોશિયલ મીડિયા પર ફેન્સને અપીલ કરી છે કે તે કહાનીની રાઝ (સિક્રેટ) રિવીલ ના કરે. આદિત્યએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, અમે "ધુરંધરઃ ધ રિવેંજ" માં પોતાનું દિલ લગાવી દીધું છે એટલે તમે દરેક મોડ પર અમારા જિસ્સાને અનુભવશો, જેવી રીતે તેને અનુભવ કરવો જોઇએ. આ ફિલ્મનો અનુભવ સિનેમાઘરમાં, મિત્રો અને પરિવાર તથા અજાણ્યા લોકો સાથે કરવો જોઇએ. આદિત્યએ ફેન્સ અને ફોલોઅર્સને ખાસ અપીલ કરી છે ફિલ્મમનો અનુભવ સિનેમાઘરમાં જઇને કરવો જોઇએ, ફોનમાં કોઇ ઝાકી તસ્વીરમાં નહીં. નોંધનીય છે કે, આ પોસ્ટ દ્વારા આદિત્યએ ફિલ્મ પાયરસી ના કરવાની રિક્વેસ્ટ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pm narendra modi dhurandhar the revenge demonetisation speech
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ