બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / વડોદરા / Dhuleti, husband killed his wife, father killed his daughter and uncle killed his nephew.

રક્તરંજિત ધુળેટી / પતિએ પત્નીની, પિતાએ દિકરીને તો કાકાએ ભત્રીજાની હત્યા કરી,આ પરિવારમા તહેવાર માતમમા ફેરવાયો અલગ અલગ શહેરોમા થઇ હત્યાઓ.

Vishal Khamar

Last Updated: 07:12 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર રાજ્યમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.વસ્ત્રાલમાં પતિ-પત્નિ વચ્ચેના ઝઘડાએ ફરી ખૂની ખેલ ખેલાયો છે. મહિસાગરમાં પણ કાકાએ ભત્રીજાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

  • વસ્ત્રાલમાં પતિએ કરી પત્નિની હત્યા
  • પૂર્વ પ્રેમી સાથે સંબંધને લઈ ગળું દબાવી પત્નિની હત્યા
  • PM અને FSLની તપાસમાં પતિનો ભાંડો ફૂટ્યો
  • મહિસાગરમાં કાકાએ ભત્રીજાની હત્યા કરતા ચકચાર 

વસ્ત્રાલમાં પતિએ પત્નીની કરી હત્યા.પત્નીના પૂર્વ પતિ સાથે સંબંધને લઈને ઝઘડાની તકરારમાં ગળું દબાવીને કરી હત્યા. હત્યાને આત્મહત્યા બતાવવા તરકટ રચ્યું. પરંતુ PM અને FSLની તપાસમાં પતિનો ભાંડો ફૂટ્યો. રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ. કોણ છે આ હત્યારો પતિ.
પૂજાનાં પતિએ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી મેહુલ મહેરિયા છે. તેને પોતાની પત્ની પૂજાની હત્યા કરી. અને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. 5 માર્ચના રોજ મેહુલ અને પૂજા વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પૂજાએ પોતાના માતા પિતાને ઘરે લઈ જવા માટે ફોન કર્યો હતો.  પૂજાના પિતાએ વસ્ત્રાલમાં આવેલા ગજાનન એપાર્ટમેન્ટ માં દીકરીને મળવા પહોંચ્યા. ત્યાર બાદ જમાઈ મેહુલએ ઘરે મૂકી જશે તેવી વાત કરીને તેમને ઘરે મોકલ્યા. અને મોડી રાત્રે દીકરી પૂજાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો ફોન કર્યો. પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસ પૂજાના આપઘાતની તપાસ કરી રહ્યા હતા ત્યારે પોસ્ટમોર્ટમ અને  FSL રિપોર્ટથી આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાનું સામે આવતા પોલીસે પતિ મેહુલની પૂછપરછ કરતા ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી.

પતિ સાથે મનમેળ નહિ બેસતા પૂજાએ છૂટાછેડા લીધા હતા
મૃતક પૂજાના પ્રથમ લગ્ન મહેસાણાના રાકેશ પટેલ સાથે થયા હતા. તેમને સંતાન માં 12 વર્ષનો દીકરો છે. પરંતુ પતિ સાથે મનમેળ નહિ બેસતા પૂજાએ છૂટાછેડા લીધા હતા. અને અઢી વર્ષ પહેલાં આરોપી મેહુલ મહેરિયા સાથે લગ્ન કર્યા હતા. અને તેમને 2 વર્ષનો દીકરો છે. આરોપી મેહુલ કુરિયર કંપનીમાં નોકરી કરે છે. પૂજબેન અને તેમના પ્રથમ પતિ રાકેશ પટેલ એકબીજા સાથે વાતચીત કરતા હતા. જેની જાણ મેહુલને થતા બન્ને પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.  પૂજબેનએ પણ ઝેર પીને આપઘાત કરીને આરોપીનું નામ લખવાની ધમકી આપી હતી. જેથી મેહુલએ દીકરાની હાજરીમાં પત્નીની હત્યા કરીને ઘરે તાળું મારીને નસો કરવા જતો રહ્યો. એક કલાક પછી ઘરે આવીને પત્નીના આપઘાતની વાર્તા ઘડી. પરંતુ પોલીસની તપાસમાં ભાંડો ફૂટી જતા પોલીસે ધરપકડ કરી.
પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ ફરી ખૂની ખેલ ખેલાયો
પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ ફરી ખૂની ખેલ ખેલાયો. બાળકોએ માતા ની છત્રછાયા ગુમાવી. હાલમાં પોલીસે આરોપી મેહુલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી.

હત્યાને પગલે ગ્રામજનોનાં ટોળા ઉમટ્યા
પોલીસે ગુનો નોધી તપાસના ચક્રોગતિમાન કર્યા

કાકાએ રંગની બાબતમાં ભત્રીજાની કરી હત્યા
આજે ધૂળેટીનો પર્વ હોઈ નાના-મોટા સૌ કોઈ એકબીજા પર રંગ છાંટીને તહેવારની ઉજવણી કરી છે. ત્યારે મહિસાગરનાં ખાનપુરનાં મુડાવડેખ ગામે રંગની બાબતમાં કાકા-ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કાકાએ તીક્ષ્મ હથિયારના ઘા મારી ભત્રીજાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે બાકોર પોલીસને આ ઘટનાની જાણ કરતી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. 

પિતાએ કરેલ હુમલામાં નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું

પોતાનાં પરિવારજનો પર જ કર્યો હુમલો
રાજકોટમાં આવેલા અજંતા એપાર્ટમેન્ટ્સમાં રહેતાં પિતા પ્રેમસંગ નેપાળીએ પોતાના સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે પિતાએ તમામ પરિવારજનો પર હથિયાર સાથે જીવલેણ હુમલો કર્યો જેમાં 3 માસની એક દીકરી, 4 વર્ષીય પુત્ર અને પત્નીનો સમાવેશ થાય છે. પિતા કરેલ હુમલામાં 3 માસની નાનકડી પુત્રી લક્ષ્મીનું મોત નિપજ્યું હતું.  એટલું જ નહીં, તેનો ભાઈ એટલે કે 4 વર્ષનાં નિયત નામના દિકરા અને પત્ની પર હુમલો કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ