બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dhanteras 2020 date shopping according vastu shastra

મહત્વનું / જાણો, ધનતેરસ પર શુ ખરીદવું શુભ રહેશે, કઈ વસ્તુની ખરીદીથી બચશો

Dharmishtha

Last Updated: 01:40 PM, 11 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખા વર્ષમાં ધનતેરસનો દિવસ ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર કંઈકને કંઈક જરુરી વસ્તુઓ ખરીદે છે. મોટાભાગના લોકો આ દિવસે વાસણો ખરીદે છે. કેટલાક લોકો આ દિવસે કપડા ખરીદે છે. ધનતેરસની ખરીદારીમાં વાસ્તુ ટીપ્સનું ખુબ મહત્વની ગણાય છે

  • ઘરનું વાસ્તુ નક્કી કરે છે કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ નહીં.
  • દિવસે મીઠુ, લાકડીનો કોઈ સામાન અને સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ
  • દિવાળીના દિવસે દિવો પ્રગટાવવા માટેનું તેલ ધનતેરસના દિવસે ન ખરીદવું જોઈએ

ઘરનું વાસ્તુ જ નક્કી કરે છે કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ નહીં. આ દિવસે વાસ્તુના જણાવ્યાનુંસાર ખરીદી કરવા પર આવતી દિવાળી સુધીનો સમય શ્રેષ્ઠ થઈ જાય છે.  જ્યોતિર્વિદ કમલ નંદલાલ આ અંગે કેટલીક બાબતો જણાવી છે. જે આ પ્રમાણે છે.

તમાર ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના આધારે ખરીદી કરવાનો પ્રયાસ કરો. જેમ કે તમારું ઘર આગ્નેય ખુણેમાં છે તો ધનતેરસમાં ચાંદીનો સામાન જરુર ખરીદવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં છે તો તમારે સોના અથવા તાંબાથી બનેલા સામાન ખરીદવા જોઈએ. જો મુખ્ય દ્વાર નૈરુત્ય ખુણે છે એટલે કે દક્ષિણ- પશ્ચિમ તરફ છે તો તમારે ચાંદી અથવા તાંબાની વસ્તુઓ ખરીદવી

જો ઘરનો દરવાજો પશ્ચિમ દિશામાં છે તો તમારે ચાંદીની વસ્તુ ખરીદવી જોઈએ. ઘર વાયવ્ય ખુણે એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાં છે તો ધનતેરસે તમે મોતી અથવા ચાંદી ખરીદવુ શુંભ રહેશે. કે પછી મુખ્ય દરવાજો ઉત્તર દિશા તરફ છે તેમણે કાંસુ, પીત્તળ અને જસ્તાની કોઈ વસ્તુ ખરીદવી જોઈએ. ઈશાન ખુણે દરવાજો હોય તો સોનુ અથવા પીત્તળ ખરીદવું જોઈએ. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં છે તો તમારે વિશેષ રુપે તાંબુ અને પીત્તળ ખરીદવું જોઈએ. તમે સોનું પણ ખરીદી શકો છો.

આ ઉપરાંક ધનતેરસના દિવસે દરેકે નવી સાવરણી ખરીદવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ. આજના દિવસે સુવર્ણ, રજત, પીત્તળ, કાંસુ અને તાંબા ઉપરાંત અને કોઈ પણ ધાતુ આ દિવસે ન ખરીદવું જોઈએ. દિવાળીના દિવસે દિવો પ્રગટાવવા માટેનું તેલ ધનતેરસના દિવસે ન ખરીદવું જોઈએ. આ ઉપરાંત ધનતેરસના દિવસે મીઠુ, લાકડીનો કોઈ સામાન અને સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras 2020 Diwali 2020 Shopping Guide દિવાળી ધનતેરસ dhanteras 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ