બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મુંબઈ / devotees write their wishes in siddhivinayak temple in mumbai

અનોખું / એવું મંદિર જ્યાં પ્રભૂની સામે લખવામાં આવેલી તમામ મનોકામના થાય છે પૂરી, તમામ ધર્મના લોકો આવે છે દર્શને

Dharmishtha

Last Updated: 01:17 PM, 21 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભક્તોના વિધ્નહર્તા પુજ્ય ગણેશજીને કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પુજવામાં આવે છે. દેવોમાં તે પ્રથમ પૂજનીય છે. અનેક જગ્યાએ તેમના અનેક મંદિર છે. પણ એક મંદિર એવું છે જ્યાં તેમની સામે ઈચ્છા લખવાથી ઈચ્છાપુર્તિ થાય છે. જાણો એ કયું મંદિર છે જ્યાં ઈચ્છા બોલીને નહીં પણ લખીને પ્રભુની સમક્ષ રખાય છે.

  • આ મંદિર નવેમ્બર 1801માં તૈયાર કરવામાં આવ્યું હતુ
  • આ મંદિરમાં ન ફક્ત હિંદુઓ પણ અન્ય ધર્મના લોકો પણ દર્શન માટે આવે છે
  • ભગવાનની સામે બેસીને મનોકામના લખવાથી તે જલ્દી પુરી થાય છે

મહારાષ્ટ્રના મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલુ આ મંદિર નવેમ્બર 1801માં તૈયાર કરવામાં આવ્યું હતુ. આ મંદિરમાં ન ફક્ત હિંદુઓ પણ અન્ય ધર્મના લોકો પણ દર્શન માટે આવે છે.

મંદિરની ખાસિયત

આની કેટલીક ખુબિયોને કારણે તેને સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે. હા ગણેશજીનું સૌથી લોકપ્રિય મંદિર છે. અહીં ગણેશની સૂંઢ જમણી બાજુ વળેલી છે જે સિદ્ધપીઠ સાથે જોડાયેલી મનાય છે અને વિનાયક ગણેશનું એક અન્ય નામ છે. જેથી આવી પ્રતિમા વાળા મંદિરોને સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે. 

એવી માન્યતા છે કે આવા મંદિરોમાં માંગવામાં આવેલી ઈચ્છા જરુરથી પુરી થાય છે. આવા ગણેશ ઝડપથી પ્રસન્ન થયા છે અને જલ્દી ક્રોધિત થનારા પણ છે. સિદ્ધિ વિનાયક એક ચતુભુર્જી વિગ્રહ હોય છે. જેમાં પ્રતિમામાં પ્રભુના ઉપરવાળા જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં અંકુશ હોય છે અને નીચેના જમણા હાથમાં  મોતિઓની માળા અને ડાબા હાથમાં મોદકથી ભરેલી કટોરી હોય છે. તેમની બન્ને તરફ તેમની પત્નીઓ સ્થાપિત છે. જેમને ધન, એશ્વર્ય, સફળતા અને તમામ ઈચ્છાઓને પુરી કરવાનું પ્રતિક મનાય છે. પવિત્ર મૂર્તિમાં તેમના મસ્તક પર શિવની જેમ ત્રીજુ નેત્ર અને ગર્દન પર એક સાંપ પણ લપેટાયેલો છે.

મનોકામના પૂરી થાય છે

બપ્પાના દરબારમાં આમ તો બધાની મનોકામના સિદ્ધ થાય છે પરંતુ ખાસ કરીને માંગવામાં આવેલી ઈચ્છા જરુર પુરી થાય છે. કહેવાય છે કે મંદિરમાં ભગવાનની સામે બેસીને મનોકામના લખવાથી તે જલ્દી પુરી થાય છે. આ ઉપરાંત એ પણ માન્યતા છે કે પ્રભુ એક દંતના કાનમાં ઈચ્છા કહેવામાં આવે તો પણ તે જલ્દીથી પુરી થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Siddhivinayak Temple wishes ગણેશજી મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર siddhivinayak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ