બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Devotee more than come dakor temple kheda
ADVERTISEMENT
આજે ફાણણી પૂનમના રોજ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. વહેલી સવારથી ડાકોરમાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે. આજે ભગવાન સાથે ભક્તો હોળી રમશે, ભગવાન સોનાની પીચકારીથી હોળી રમશે.

ADVERTISEMENT
ડાકોર પહેલા ભક્તો દિવસભર ભગવાન રણછોડ સાથે હોળી મનાવશે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યાં છે. ભકતો, સંઘો, ભજન મંડળીઓની ભજનની રમઝટ વચ્ચે પદયાત્રીઓ ડાકોર ઉમટી રહ્યાં છે.

ADVERTISEMENT
આમ જાણે ભક્તોના ગગનભેદી જયઘોષથી ડાકોર ગુંજી ઉઠ્યું છું. જો કે ડાકરના પદયાત્રીઓ-દર્શનાર્થીઓ માટે વિમા કવચ ઉતારવામાં આવ્યું છે. ડાકોર મંદિરે દર્શનાર્થીઓ માટે રૂપિયા 10 કરોડના વિમો ઉતારાવ્યો છે. ડાકોરનું રણછોડજીનું મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું છે.

ADVERTISEMENT
ડાકોરમાં અલગ-અલગ થીમ પર મંદિરનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ડાકોરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોરોના વાયરસની દહેશતના પગલે પોલીસ જવાનો માસ્ક સાથે તૈનાત છે.
ડાકોર મંદિરમાં આજે મોટી સંખ્યામાં NRI ભક્તો આજે સ્પેશિયલ ડાકોર પહોંચ્યાં છે. ઉત્સવમાં 15 લાખ ભક્તો ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરશે. ભક્તો માટે લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.