ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / બેંગલુરુ સામેના રોમાંચક મુકાબલામાં દિલ્હીની લાસ્ટ ઓવરમાં જીત

DC vs RCB / બેંગલુરુ સામેના રોમાંચક મુકાબલામાં દિલ્હીની લાસ્ટ ઓવરમાં જીત

Published By: Nirav Kumar

Last Updated: 11:02 PM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય થયો છે. આ મેચ દિલ્લીએ છેલ્લી ઓવરમાં જીતી હતી.

ADVERTISEMENT

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચ દિલ્હીએ 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં RCB એ દિલ્હી કેપિટલ્સ માટે 176 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેનો દિલ્હીએ લાસ્ટ ઓવરમાં ચેઝ કર્યો હતો.

  • RCB નો સન્માનજનક સ્કોર

આ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરીને સારી શરૂઆત કરી. પણ વિરાટ કોહલી માત્ર 19 રન જ બનાવી શક્યો હતો. બીજા છેડે, ઓપનર ફિલ સોલ્ટે 38 બોલમાં 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગમાં આવેલા દેવદત્ત પડિકલે 18 રન બનાવ્યા, ત્યાર બાદ ટિમ ડેવિડે 26 રન બનાવ્યા હતા. પછી બેટિંગ કરવા આવેલા જીતેશ શર્માએ 20 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી લુંગી એનગિડી, કુલદીપ યાદવ અને કેપ્ટન અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.

VTV DIGITAL
  • દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત

176 રનના ટાર્ગેટને ચેઝ કરતા દિલ્હી કેપિટલ્સનો શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 18 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઓપનર અને વિકેટકીપર કેએલ રાહુલે 34 બોલમાં 57 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 47 બોલમાં અણનમ 60 રન બનાવીને તેને સાથ આપ્યો હતો. કેપ્ટન અક્ષર પટેલે 26 રન બનાવ્યા, જ્યારે ડેવિડ મિલરે 10 બોલમાં અણનમ 22 રન બનાવીને તેમની ટીમને 6 વિકેટથી જીત અપાવી હતી.

  • બેંગ્લોર vs દિલ્લી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી આ બંને ટીમ સામ સામે કુલ 34 મેચો રમી છે. જેમાં બેંગલુરુ 20 મેચમાં જીત્યું છે તો દિલ્હી 13 મેચ જીત્યું છે. અને એક મેચ અન ડીસાઈડેડ રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટમેન), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા અને જોશ હેઝલવુડ.

ઈમ્પેક્ટ સબ: રસિક સલામ દાર.

વધુ વાંચો : ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, ગિલ- રબાડા રહ્યા હીરો

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, આકિબ નબી દાર, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન અને મુકેશ કુમાર.

ઈમ્પેક્ટ સબઃ કરુણ નાયર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Delhi Capitals Royal Challengers Bangalore

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ