ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચૂંટણી પહેલા કોંગ્રેસને તગડો ઝટકો, 5 વારના MLAએ છોડી પાર્ટી, AAPમાં સામેલ

દિલ્હી / ચૂંટણી પહેલા કોંગ્રેસને તગડો ઝટકો, 5 વારના MLAએ છોડી પાર્ટી, AAPમાં સામેલ

Last Updated: 02:57 PM, 10 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સીલમપુરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મતીન અહેમદે હાથનો સાથ છોડી દીધો છે. મતીન આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમના પુત્ર અને પુત્રવધૂ પહેલાથી જ AAPમાં જોડાઈ ચૂક્યા છે.

ADVERTISEMENT

દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મતીન અહેમદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મતીન અહેમદના પુત્ર અને પુત્રવધૂ પહેલા જ કોંગ્રેસ છોડીને AAPમાં જોડાઈ ચૂક્યા છે.

મતીન અહેમદ સીલમપુર સીટથી 5 વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 1993 થી 2013 સુધી અહીંથી ચૂંટણી જીતતા રહ્યા. તેમના પુત્ર ચૌધરી ઝુબૈર અને પુત્રવધૂ શગુફ્તા ચૌધરી 29 ઓક્ટોબરે જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમની વહુ શગુફ્તા દિલ્હીની કાઉન્સિલર છે.

PROMOTIONAL 13

દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા મતીન અહેમદ

મતીન અહેમદ બે વખત દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા. 2004માં જ્યારે હારુન યુસુફનો કાર્યકાળ પૂરો થયો ત્યારે મતીન અહેમદને અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ 2009માં બીજી વખત તેઓ દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહ્યા. આ સિવાય તેમણે કોંગ્રેસ સરકારમાં દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષની જવાબદારી પણ નિભાવી હતી.

આ પણ વાંચો: અત્યારે અમારા CM એકનાથ શિંદે પરંતુ ચૂંટણી પછી' અમિતે શાહે કર્યું મોટું એલાન

સીલમપુરમાં મજબૂત થઈ AAP

મતીન અહેમદ સીલમપુર વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. અહીં 2015 અને 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી, પરંતુ આ વખતે સ્પર્ધા ખૂબ જ અઘરી માનવામાં આવી રહી છે, જેના કારણે આમ આદમી પાર્ટીએ ચૂંટણી અગાઉ મોટો દાવ ખેલ્યો છે. મતીન અહેમદ પાર્ટીમાં જોડાતાની સાથે જ સીલમપુરમાં AAPની તાકાત વધી ગઈ છે. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મતીન પરિવારના પાર્ટીમાં સામેલ થવાથી ઘણા મુસ્લિમ નેતાઓ નારાજ છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અહીંથી કયો ચહેરો મેદાનમાં ઉતરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Congress Aam Aadmi Party MLA Chaudhary Mateen Ahmed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ