બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / delhi coal shortage power crisis interrupted metro trains hospitals

વીજ સંકટ! / દિલ્હીમાં બત્તીગુલની સંભાવનાથી સરકાર થઈ દોડતી: મેટ્રો-હોસ્પિટલમાં અપાયું ઍલર્ટ, જાણો શું છે કારણ

Dhruv

Last Updated: 11:24 AM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં હાલ 13 રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યાં છે ત્યારે દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે, 'રાજધાનીને વીજ સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે.'

  • હાલમાં દેશના 13 રાજ્યો કરી રહ્યાં છે વીજસંકટનો સામનો
  • દિલ્હી સરકારે આપી ચેતવણી
  • રાજધાનીને વીજ સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત

કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે હાલમાં દેશના 13 રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે, રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા સર્જાઇ શકે છે.

જો કે, દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખીને પર્યાપ્ત કોલસાના પુરવઠાની પણ માંગ કરી છે. જેથી પાવર પ્લાન્ટને કોલસો ઉપલબ્ધ કરાવી શકાય અને તેમાંથી દિલ્હીમાં વીજળી સપ્લાય કરી શકાય.

મોટા ભાગની વીજળી દિલ્હીના દાદરી પાવર પ્લાન્ટમાંથી જાય છે

દાદરી, ઉંચાહાર, કહલગાંવ, ફરક્કા અને જજ્જર પાવર પ્લાન્ટમાંથી દરરોજ 1,751 મેગાવોટ વીજળી દિલ્હી મોકલવામાં આવે છે. દિલ્હીને મોટા ભાગનો પુરવઠો (728 મેગાવોટ) દાદરી-II પાવર પ્લાન્ટમાંથી મોકલવામાં આવે છે. આ સાથે ઉંચાહારથી 100 મેગાવોટ પાવર સપ્લાય કરવામાં આવે છે. નેશનલ પાવર પોર્ટલના ડેઈલી કોલ રિપોર્ટ અનુસાર આ તમામ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે.

દિલ્હી સરકારે એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે, "દાદરી-II અને ઉંચાહાર પાવર સ્ટેશનોમાંથી વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે દિલ્હી મેટ્રો અને સરકારી હોસ્પિટલો સહિત અનેક આવશ્યક સંસ્થાઓને 24 કલાક વીજ પુરવઠામાં સમસ્યા આવી શકે છે."

પાવર સ્ટેશનો પર કોલસાની અછત - સત્યેન્દ્ર જૈન

સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, હાલમાં દિલ્હીમાં 25-30% વીજળીની માંગ આ પાવર સ્ટેશનો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે અને આ પાવર સ્ટેશનો હાલમાં કોલસાની અછતનો સામનો કરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, જો કે દિલ્હી સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને દરેક પગલાં પણ લઈ રહી છે કે જેથી રાજધાનીના લોકોને વીજળી સંકટનો સામનો ન કરવો પડે.

દિલ્હીના ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ પાવર સ્ટેશન દિલ્હીના કેટલાંક ભાગોમાં અંધારપટ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળામાં મેટ્રો, હોસ્પિટલો અને લોકોને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ આ સ્ટેશન આવશ્યક છે.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) ના દાદરી-II અને જજ્જરની સ્થાપના મુખ્યત્વે દિલ્હીમાં વીજળીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી એમ નિવેદનમાં જણાવાયું છે. પરંતુ હવે આ પાવર પ્લાન્ટમાં કોલસાનો ખૂબ જ ઓછો જથ્થો બચ્યો છે.

માત્ર દિલ્હીમાં જ નહીં, વધુ 12 રાજ્યોમાં પણ કોલસાની અછત

કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે દેશના 13 રાજ્યો હાલમાં વીજ સંકટનો સામનો કરી રહ્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વીજ સંકટના અહેવાલો સામે આવી રહ્યાં છે. ભારતમાં ગયા અઠવાડિયે જ 623 મિલિયન યુનિટ પાવરની અછત સર્જાઈ છે. આ સમગ્ર માર્ચ મહિનાની ઘટ કરતાં વધુ છે.

ગુરુવારે ભારતમાં વીજળીની માંગ 201 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. તો આ સાથે આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં 8.2 GW નો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં ભારતમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ