બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Decision to discontinue the Incentive Financial Aid Scheme in Self-Supporting Secondary Schools of the State,

ગાંધીનગર / સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને લઇ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, 2014-15માં અમલમાં મૂકાયેલી યોજના કરાશે બંધ

Malay

Last Updated: 02:21 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરવાનો નિર્ણય, સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને પડશે મોટો ફટકો

  • સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ માટે નિર્ણય 
  • પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવામાં આવશે 
  • વિદ્યાર્થી દીઠ રૂ.7500ની અપાતી હતી સહાય 
  • ગેરરીતિના કિસ્સા સામે આવતા લેવાયો નિર્ણય 

Gandhinagar News: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સ્વનિર્ભર શાળાઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ માટેની પ્રોત્સાહક આર્થિક સહાય બંધ થશે. સ્વનિર્ભર શાળાઓમાં ગેરરીતિના કિસ્સા સામે આવતા વર્ષ 2014-15માં અમલમાં મૂકવામાં આવેલી આ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સ્વનિર્ભર માધ્યમિક શાળાને વિદ્યાર્થી દીઠ રૂ.7500ની સહાય આપવામાં આવતી હતી.

ગેરરીતિના કિસ્સાઓ આવ્યા હતા સામે
રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાને વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ આ મામલે તપાસ કરવામાં આવતા ગેરરીતિઓ સામે આવી હતી. શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાયમાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવતા આ યોજનાને બંધ કરવાની માંગ ઉઠી હતી. જેથી લાંબી વિચારણા બાદ સરકારે આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

વિદ્યાર્થીઓને તો સહાય મળશે જ
અહીં એ સ્પષ્ટ કરી દીઈએ કે સરકારે માત્ર શાળાને અપાતી યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે, વિદ્યાર્થીઓને તો આ સહાય મળશે જ. એટલે કે આ સહાય સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જ જમાં થશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ