બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દાઉદના નજીકના સંબંધીને મુંબઈ પોલીસે દબચ્યો, કોણ છે કાદર ગુલામ શેખ, થયો ભાંડફોડ

મોટા સમાચાર / દાઉદના નજીકના સંબંધીને મુંબઈ પોલીસે દબચ્યો, કોણ છે કાદર ગુલામ શેખ, થયો ભાંડફોડ

Last Updated: 08:04 PM, 15 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાઉદ ઈબ્રાહિમના સહયોગી દાનિશ મર્ચન્ટ ઉર્ફે દાનિશ ચિકનાની ધરપકડ કરાઇ છે.દાનિશ મર્ચન્ટનું ડોંગરીમાં ગેરકાયદેસર ડ્રગ યુનિટ છે જે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલું છે.

મુંબઈ પોલીસે ડ્રગ ઓપરેશન કેસમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સહયોગી દાનિશ મર્ચન્ટ ઉર્ફે દાનિશ ચિકનાની ધરપકડ કરી છે. વેપારીના સહયોગી કાદર ગુલામ શેખની પણ ધરપકડ કરવામાં આવી છે. દાનિશ મર્ચન્ટનું ડોંગરીમાં ગેરકાયદેસર ડ્રગ યુનિટ છે જે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલું છે. ગયા મહિને 2 શખ્સો મોહમ્મદ આશિકુર સાહિદુર રહેમાન અને રેહાન શકીલ અંસારીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દાનિશ મર્ચેન્ટની શોધખોળ ચાલુ હતી.

રિપોર્ટ અનુસાર, ગયા મહિને 8 નવેમ્બરે આરોપી આશિકુરની મરીન લાઇન સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 144 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે રેહાન શકીલ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું. આ અંગે કાર્યવાહી કરીને પોલીસે તાત્કાલિક રેહાન શકીલની ધરપકડ કરી હતી. તેની પાસેથી 55 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. તેણે જણાવ્યું કે રહેમાન અને તેની પાસેથી મળી કુલ 199 ગ્રામ ડ્રગ્સ દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી દાનિશ ચિકના પાસેથી ખરીદવામાં આવ્યું હતું.

દાઉદ ઈબ્રાહિમની ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ વર્ષ 2019માં ડોંગરીમાં દાઉદ ઈબ્રાહિમની ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન કરોડો રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 2021માં દાનિશ મર્ચન્ટની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ કરતાં તેની કારમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવ્યો હતો. દાનિશ 'ચિંકુ પઠાણ મોડ્યુલ'નો ભાગ રહ્યો છે. જ્યારે NCBએ તેના ડ્રગ્સ મોડ્યુલનો પર્દાફાશ કર્યો ત્યારે તે રાજસ્થાન ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ 'મમ્મી મને મારી નાખશે', લંડનમાં 24 વર્ષીય ભારતીય યુવતીની હત્યા, પતિની ધરપકડ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dawood Ibrahim's Aide Arrested Danish Merchant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ