બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Datarwadi river bridge dilapidated condition Rajula

જોખમ / રાજુલાઃ નદી પરનો પુલ તૂટવાના આરે અને ઈજનેર સાહેબ કહી રહ્યા છે 'સારી કંડીશનમાં'

vtvAdmin

Last Updated: 09:22 PM, 27 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લાના વિકાસના રાજુલાની આસપાસ અનેક મોટા ઉદ્યોગો આવેલા છે. જેને લઈને અહી અનેક વાહન અવરજવર કર છે. મોટા ભાગના વાહનો રાજુલાની ધારતવડી નદી પરના પૂલ પરથી પસાર થાય છે.  જોકે, આ નદી પરનો પૂલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. પૂલની સ્થિતિ એટલી ભયાનક છે.

લાખો વાહનો પુલ પરથી થાય છે પસાર

અમરેલી જિલ્લાના વિકાસનું હબ રાજુલા છે અને તેની આસપાસ અનેક મહાકાય ઉદ્યોગો આવેલા છે. જેથી અહીં વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારે લાખો વાહનો અહીં રાજુલાના ધારતવડી નદીના પુલ પર થઇ પસાર થાય છે જે પુલ અતિ જર્જરિત હાલતમાં છે. પુલ પર ઉભા રહેતા જ કંપારી છૂટી જાય છે આ પુલ અંબાજી પીપાવાવ સ્ટેટ હાઇવે પર છે. અમદાવાદ, મુંબઈ, અમરેલી તરફનો સંપૂર્ણ ટ્રાફિક અહીંથી પસાર થાય છે. ત્યારે આ પુલ સાવ જર્જરિત અવસ્થામાં હોય લોકો અહીંથી પસાર થવામાં જોખમ અનુભવી રહ્યાં છે.

પુલ પર નીકળવું અતિ જોખમી

રાજુલા-સાવરકુંડલાને જોડતા અંબાજી સ્ટેટ હાઇવે પર આવેલ આ પુલ હાલ અતિ જર્જરિત અવસ્થામાં ઉભો છે. ચોંતરફથી તેની સિલિંગ અને તેની પાળ સેફ્ટી દીવાલ ધરાશાયી થઈ ગયેલ છે. જેથી પુલ પર નીકળવું અતિ જોખમી બની રહ્યું છે. ખાસ કરી અહીંથી રોજ લાખો વાહનો પસાર થયા છે. પીપાવાવ પોર્ટ સહિતના ઉદ્યોગને કારણે અહીં ખૂબ ટ્રાફિક હોય છે. 

વળી આસપાસ અનેક સ્કૂલ બસો અહીંથી પસાર થાય છે. જેથી રાહદારીઓના જીવ હાલ જોખમ છે અને લોકો ઇચ્છી રહ્યા છે કે પ્રોટેક્શન વોલ અહીં મજબૂત બને અને નવોનપુલ થાય અથવા આ પુલનું સમાર કામ થાય.

પુલ સારી કંડીશનમાંઃ ઈજનેર

ત્યારે આ અંગે અમરેલીના મુખ્ય માર્ગ અધિકારી આરએનબીના ઈજનેરને પૂછતા તેમણે નિયમ મુજબ ગાણું ગાયું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પુલ સારી કંડીશનમાં છે અને પ્રોટેક્શન વોલ તૂટી જવા પામી છે જેથી હાલ વધારાના પુલ સરકાર દ્વારા મંજૂર થયેલ છે. ત્યારે હાલ જોવાનું રહ્યું કે હવે તંત્ર દ્વારા નવો પુલ બનશે કે આ જર્જરીત પુલ નું સમારકામ થશે? પરંતુ હાલ આ જર્જરીત પુલ પરથી લાખો વાહનો પસાર થઈ રહ્યા છે અનેક સ્કૂલ બસો પસાર થઈ રહી છે જેથી અનેક રાહદારીઓના જીવ જરૂરથી હાલ જોખમમાં છે.

ત્યારે અનેક સવાલો થાય છે કે, આ પૂલ કેમ નથી થતો રિપેર ? શું કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે તંત્ર ? કેમ તંત્રના પેટનું પાણી નથી હલતુ ? કેમ વારંવાર માત્ર સમારકામ કરીને સંતોષ મેળવે છે ? કેમ સમારકામ લાંબો સમય સુધી ટકતું નથી ? કેમ મજબૂત કામ નથી થતું ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ