બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Darshanaben included in the country's 100 most influential women

સિદ્ધિ / દર્શના જરદોશ: ઈન્દિરા ગાંધીનો તોડ્યો હતો રેકૉર્ડ, કેન્દ્રમાં ગુજરાતમાંથી એકમાત્ર મહિલા મંત્રી, હવે સૌથી પ્રતિભાશાળી મહિલાઓના લિસ્ટમાં મળ્યું સ્થાન

Malay

Last Updated: 10:25 AM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને દેશની સૌથી પ્રભાવશાળી 100 મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. દર્શનાબેન જરદોશ કેન્દ્ર સરકારમાં રેલવે અને ટેક્સટાઇલ મંત્રીનો રાજ્યકક્ષાનો હવાલો સંભાળે છે.

 

  • દેશની સૌથી પ્રભાવશાળી 100 મહિલાઓમાં દર્શનાબેન સામેલ
  • વર્ષ 2014ની ચૂંટણીમાં દર્શનાબેને સ્વ.ઈન્દીરા ગાંધીનો તોડ્યો હતો રેકોર્ડ 
  • કેન્દ્ર સરકારમાં તેઓ ગુજરાતથી એકમાત્ર મહિલા મંત્રી છે

બિઝનેસ વર્લ્ડ દ્વારા ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી કરાઈ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇટલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને સ્થાન મળ્યું છે. સાથે આ યાદીમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, કેન્દ્રીય નાણામંત્રી નિર્ણલા સીતારમણ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીનું નામ પણ સામેલ છે. 

બિઝનેસ વર્લ્ડ દ્વારા ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી કરાઈ જાહેર

કોણ છે દર્શનાબેન જરદોશ?
ફોટોગ્રાફરથી પોતાના કરિયરની શરૂઆત કરનારા દર્શનાબેન જરદોશે ખૂબ જ મહેનત કરીને આ મુકામ હાંસલ કર્યું છે. દર્શનાબેન જરદોશનો જન્મ 21 જાન્યુઆરી, 1961ના રોજ થયો હતો. તેમના પિતા સુરતમાં ફોટો સ્ટૂડિયા ચલાવતા હતા. જેથી દર્શનાબેનને ફોટોગ્રાફીના સંસ્કારો તો ગળથૂથીમાં મળ્યા હતાં. એટલે નાની ઉંમરથી જ ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરી દીધી હતી. નાનપણમાં તથા કોલેજ કાળ અને ત્યારપછી પણ તેઓ જાહેર ફંકશન, લગ્ન, પાર્ટી વગેરેમાં એક કોમર્શિયલ ફોટોગ્રાફની જેમ ફોટો પાડવાં જતાં હતાં.

દર્શનાબેન જરદોશ

કોમર્સમાં બેચલર ડીગ્રી હાંસલ કરી 
દર્શનાબેને જીવનભારતી શાળામાંથી ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ તેઓએ કોમર્સમાં બેચલર ડીગ્રી હાંસલ કરી હતી. તેઓ જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતા ત્યારે તેમની ક્લાસમેટના ભાઈ વિક્રમભાઈ રોજ બસ સ્ટેન્ડ પર આવતાં જેમાં બન્નેની આંખો મળી ગઈ હતી. બાદમાં પરિવારની સંમતિથી લવમેરેજ કર્યા હતાં. 

કોર્પોરેશનની ચૂંટણીમાં થયા હતા બિનહરીફ જાહેર 
દર્શનાબેન 2000ની સાલમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતાં. દર્શનાબેને કોર્પોરેશનની ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું, પરંતુ સામેના ઉમેદવાર પાસે ઈલેક્શન ફીના રૂપિયા ન હોવાથી ફોર્મ ન ભરાયું કે બીજા કોઈ કારણો નડ્યા પરંતુ રાજ્યમાં સૌ પ્રથમ બિનહરિફ કોર્પોરેટર તરીકે તેઓ જાહેર થયા હતાં.

મોદી કેબિનેટમાં જે ગુજરાતી મહિલા સાસંદને સ્થાન મળ્યું તેમણે સર્જ્યો છે  ઈન્દિરા ગાંધી જેવો રેકોર્ડ, જાણો વિગત | Full Introduction Of darshnaben  jardosh

મહિલા મોરચાના બન્યા હતા પ્રમુખ 
જે બાદ તેમણે મહિલા મોરચામાં ખૂબ જ મહેનત કરી અને મહિલાઓને એકઠી કરીને સમજાવવાથી લઈને આગળ વધવા માટે તેઓ સતત પ્રોત્સાહિત કરતાં હતાં. તેઓ 2005 સુરત ભાજપ મહિલા મોચરના પ્રમુખ બન્યા હતા. 2006માં ભાજપ મહિલા મોરચાના જનરલ સેક્રિટરી બનાવવામાં આવવ્યા હતા. 

2014માં લોકસભાની ચૂંટણીમાં રચ્યો હતો ઈતિહાસ
મહિલા મોરચા બાદ લોકસભામાં 2009 વખતે ભાજપના મહિલાઓને મોટા શહેરોમાંથી સાંસદ બનાવવાના વિચારમાં તેમનું સિલેકશ થતાં તેઓ સુરત બેઠક પરથી વિજય થયા હતાં. પહેલી ટર્મમાં જીતેલા સાંસદ દર્શનાબેન પર ભાજપે બીજીવાર વિશ્વાસ મુક્યો હતો અને બીજીવાર લોકસભાની ચૂંટણીમાં તેમણે ઈતિહાસ રચી દીધો હતો. તેઓ દેશમાં સૌથી વધુ 5 લાખ 33 હજાર કરતાં વધુ મતોથી વિજય હાંસલ કર્યો હતો. જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં સ્વ. ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ હતી.  વર્ષ 2014ની ચૂંટણીમાં દર્શનાબેને સ્વ.ઈન્દીરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી 5.47 લાખથી વધુની લીડથી વિજય હાંસલ કર્યો હતો.

VTV Gujarati News and Beyond on Twitter: "સતત ત્રણ ટર્મથી સુરતના સાંસદ  દર્શના જરદોષને ભારતની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન ( FIL PIC  ) #pmnarendramodi ...

મોદી સરકારમાં વધી છે મહિલાઓની ભાગીદારી
અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમય હતો જ્યારે દેશમાં મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ ઘણું ઓછું હતું, પરંતુ કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં કુલ 78 મંત્રીઓમાંથી 11 મહિલા મંત્રીઓ છે. મોદી 2.0ના કાર્યકાળ દરમિયાન કેબિનેટ વિસ્તરણમાં મહિલાઓની ભાગીદારી પણ વધી છે. આ મહિલાઓના નામ અને કામનો ડંકો દેશ જ નહીં દુનિયાભરમાં વાગી રહ્યો છે. મોદી સરકારમાં કુલ 11 મહિલા મંત્રીઓ હાલમાં દેશના વિવિધ મંત્રાલયોનું કામ ખૂબ જ શાનદાર રીતે સંભાળી રહ્યા છે. જે ભારત દ્વારા મહિલા સશક્તિકરણ માટે લેવામાં આવતા સતત પગલાઓનું પરિણામ છે. પીએમ મોદીના મંત્રી મંડળમાં નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ, મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, રેણુકા સિંહ, અનુપ્રિયા પટેલ, મીનાક્ષી લેખી, શોભા કરંદલજે, દર્શના જરદોશ, અન્નપૂર્ણા દેવી, પ્રતિભા ભૌમિક અને ભારતી પવારનો સમાવેશ થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ