બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Dabangg leader Kandhal Jadeja has a long political and family history

કુતિયાણામાં કોનું રાજ / એક સમયે 'ગોડમધર'ના નામથી ધ્રૂજતા હતા ગુજરાતનાં ગેંગસ્ટર્સ; બાદમાં દીકરાએ સંભાળી જવાબદારી, હવે 25 વર્ષે મહિલા પણ મેદાનમાં

Malay

Last Updated: 03:06 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. આ વખતે ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે.

 

  • દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો
  • એક સમયે 'ગોડમધર'ના નામથી ધ્રૂજતા હતા ગુજરાતનાં ગેંગસ્ટર્સ
  • 1990માં જનતા દળમાંથી લડ્યા હતા સંતોકબેન સમરણભાઈ જાડેજા
  • આજે પણ સંતોકબેનના નામનો કુતિયાણામાં વાગે છે ડંકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે, એવામાં તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવા લાગ્યા છે. ભાજપે અગાઉ 160 ઉમેદવારો અને આજે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ પણ ફોર્મ ભર્યુ છે. આપને જણાવી દઈએ કે, આ બેઠક પરથી લગભગ અઢી દાયકા બાદ ફરી કોઈ પાર્ટી દ્વારા મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કુતિયાણા વિધાનસભા બેઠક પર 'ગોડમધર'ના પુત્રનું રાજ છે. કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.

કાંધલ જાડેજા (વર્તમાન ધારાસભ્ય, કુતિયાણા)

કુતિયાણા બેઠક પર 'ગોડમધર'ના પુત્રનું રાજ
સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCP માંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.

2017માં કાંધલ જાડેજાએ 11 જેટલા ઉમેદવારોને આપ્યો હતો કારમો પરાજય  
2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. 

ગોડમધર તરીકે ઓળખાતા હતા સંતોકબેન
કાંધલ જાડેજા 'ગોડમધર' તરીકે ઓળખાતાં સંતોકબેન જાડેજાના પુત્ર છે. વાત કરીએ સંતોકબેન જાડેજાની, તો પોરબંદરથી માત્ર 40 કિમી દૂર આવેલું કુતિયાણા શહેર 'ગોડમધર' સંતોકબેન જાડેજાના શહેર તરીકે પ્રખ્યાત છે. તેઓને આ નામ તેમની બાયોપિક 'ગોડમધર'ના કારણે મળ્યું છે, જેમાં તેમનું પાત્ર શબાના આઝમીએ ભજવ્યું હતું. 1949માં જન્મેલા સંતોકબેનના લગ્ન સરમણ મુંજા જાડેજા સાથે થયા હતા. સંતોકબેનના પતિ સરમણ મુંજા જાડેજા એક સમયે મિલમાં મજૂરી કામ કરતા હતા. એવું કહેવાય છે કે, એક દિવસ મિલમાં કામદારો હડતાળ પર ઉતરી ગયા હતા. આ હડતાળને સમેટાવા માટે મિલના માલિકે સ્થાનિક ગેંગસ્ટ દેવું વાઘેરને જવાબદારી સોંપી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થયા બાદ સમરણ મુંજા જાડેજાના હાથે દેવું વાઘેરનું ખૂન થઈ ગયું. મૃતક વ્યક્તિની માથાભારે તરીકેની છાપ અને ધાક હતી. કુદરતના ક્રમ પ્રમાણે 'એકનો અસ્ત, એ બીજાનો ઉદય' હતો. સરમણ જાડેજાની ધાક અહીં વર્તાવા લાગી હતી. 

પતિના મૃત્યુ બાદ સંતોકબેને સંભાળી જવાબદારી
જેમ-જેમ સરમણ જાડેજાનું કદ વધી રહ્યું હતું, તેમ-તેમ તેમની ગેંગના સભ્યોની સંખ્યા પણ વધી રહી હતી. તેમણે ટ્રાન્સપોર્ટ,  ખાણકામ, સરકારી કૉન્ટ્રાક્ટ વગેરે ધંધામાં ઝંપલાવ્યું. તેમણે બિઝનેસમેન અને રાજકીય વર્તુળોમાં ઝડપથી પોતાની ઓળખ ઉભી કરી. પરંતુ જૂની અદાવતમાં તેમની હત્યા કરી દેવામાં આવી. સરમણ જાડેજા હયાત હતા ત્યાં સુધી સંતોકબેન સામાન્ય ગૃહિણીની જેમ જ જીવન જીવતાં હતાં. પરંતુ પતિના મૃત્યુના અમુક મહિનામાં જ તેમણે ગેંગ અને બિઝનેસની કમાન પોતાની હાથમાં લેવાનું નક્કી કર્યું હતું.

કુતિયાણા બેઠક પરથી જનતા દળની ટિકિટ પર લડ્યા હતા ચૂંટણી
એવું કહેવાય છે કે, સંતોકબેને પતિ સરમણ મુંજાની હત્યામાં સંડેવાયેલા તમામનો હિસાબ કરી દીધો હતો. સંતોકબેન આ મહિલા ગેંગસ્ટરની છબી સાથે 1990માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળની ટિકિટથી ઉભા રહ્યા હતા અને જીત્યા હતા. તેઓ પોરબંદર જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રથમ મહિલા ધારાસભ્ય હતા.

સંતોકબને વિશે ઘણા ખુલાસા
સંતોકબેન જાડેજાની પ્રથમ વખત ધરપકડ કરનાર પોલીસ અધિકારી હતા સતીશ શર્મા. તેમણે એક ઈન્ટરવ્યુમાં 'ગોડમધર' અંગે ઘણા ખુલાસા કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, "ખંડણી હોય કે હત્યા, દાણચોરી હોય કે વસૂલી, દરેક ગુનામાં સંતોકબેનનો દબદબો હતો. એટલું જ નહીં તેમની પોરબંદરમાં રિયલ એસ્ટેટ બિઝનેસ અને ટ્રાન્સપોર્ટેશન પર પકડ હતી. આ જ કારણ હતું કે તેમની રાજકારણમાં એન્ટ્રી બાદ દિગ્ગજ નેતાઓએ તેમને સમર્થન આપ્યું હતું."

31 માર્ચ 2011ના રોજ હાર્ટ એટેકને કારણે થયું હતું અવસાન
કહેવાય છે કે, સંતોકબેન જાડેજાની ગુનાની દુનિયા માત્ર પોરબંદર પુરતી સીમિત ન હતી. તેમણે અંડરવર્લ્ડ સાથે પણ સંબંધો બનાવ્યા હતા. તેમને અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાની નજીક માનવામાં આવતા હતા. વર્ષ 2006માં સંતોકબેનના પુત્ર કરણે કાંધલ જાડેજાની પત્ની અને તેમની ભાભી રેખાની હત્યા કરી હતી. સંતોકબેન રેખાને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માંગતા હતા, આ વાત કરણને ખટકતી હતી. સંતોકબેનનું 31 માર્ચ 2011ના રોજ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. પોરબંદરના કુતિયાણામાં આજે પણ સંતોકબેન જાડેજાના નામનો ડંકો વાગે છે. તેમના પુત્ર કાંધલ જાડેજા આ વિધાનસભા બેઠક પર ધારાસભ્ય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ